fbpx
ભાવનગર

ભાવનગર શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસમાં સાદગી સાથે શિવપૂજન

શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસમાં સાદગી સાથે શિવપૂજન
સમાજનું કલ્યાણ થાય તે સાચી શિવ ઉપાસના  પવિત્ર શ્રાવણ માસમાં શિવકુંજ આશ્રમ જાળિયામાં સાદગી સાથે શિવપૂજન થઈ રહ્યું છે. શ્રી વિશ્વાનંદમયી દેવીજીએ સંદેશો આપ્યો છે કે સમાજનું કલ્યાણ થાય તે સાચી શિવ ઉપાસના છે.
શ્રી વિશ્વાનંદમયીદેવી દ્વારા અગાઉના વર્ષે વિવિધ યજ્ઞો યોજાયા હતા પરંતુ હાલની કોરોના બિમારી હોવાથી આવું આયોજન કરાયું નથી. તેમણે જણાવ્યા મુજબ ભોળાનાથ સૌનું કલ્યાણ કરે અને આ મહામારીમાંથી સૌને બહાર કાઢે અને બિમારીનો અંત આવે તેવી પ્રાર્થના કરીએ. માત્ર ક્રિયાકાંડ જ ઉપાસના નથી તેની સાથે સમાજનું કલ્યાણ થાય તે સાચી શિવ ઉપાસના કહેવાય.
સરકારના આદેશ મુજબ કોરોના બિમારીના કારણે આશ્રમમાં આવતા શ્રધ્ધાળુ ભાવિકો માટે દર્શન કે સત્સંગ પ્રવચન વગેરે આ વર્ષે બંધ જ રાખવામાં આવેલ છે. આમ, આશ્રમમાં ભાવિક ભક્તો સિવાય સાદગીથી શિવપૂજન થઈ રહ્યું છે. શ્રી વિશ્વાનંદમયી માતાજી દ્વારા આ વર્ષે કોઈ મોટા આયોજનો રાખવામાં આવ્યા નથી.

Follow Me:

Related Posts