fbpx
ભાવનગર

ભાવનગર આજે જિલ્લામા ૪૭ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૩ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા ૧,૭૯૬ કેસો પૈકી ૪૪૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૪૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા
કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૭૯૬ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને
૧૨ સ્ત્રી મળી કુલ ૨૮ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ફરીયાદકા ગામ ખાતે ૧,
ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૨, મહુવા તાલુકાના ખરેડ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, સિહોર
ખાતે ૨, તળાજા તાલુકાના પ્રતાપરા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે ૧, તળાજા
તાલુકાના પીથલપુર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દેવળીયા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના રાજપરા
ગામ ખાતે ૧,વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના દરેડ ગામ ખાતે ૧,
વલ્લભીપુર તાલુકાના પાણવી ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧ તથા ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે
૨ કેસ મળી કુલ ૧૯ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા
આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૮ અને તાલુકાઓના ૧૫ એમ કુલ ૩૩ કોરોના
પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા
પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ
જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી
હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ
આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧,૭૯૬ કેસ પૈકી હાલ ૪૪૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા
કુલ ૧,૩૧૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Follow Me:

Related Posts