fbpx
ભાવનગર

ભાવનગર કૃષ્ણનગર મુખ્ય દેરાસર ખાતે ઈ-રીક્ષાનુ લોકાર્પણ કરતા રાજ્યમંત્રી વિભાવરીબેન દવે

બીમાર, અશક્ત તેમજ વડીલ દર્શનાર્થીઓ માટે ઈ-રીક્ષાની નિ:શુલ્ક સેવા લાભદાયી બનશે  ભાવનગરના કૃષ્ણનગર મુખ્ય દેરાસર ખાતે રાજ્યમંત્રી  વિભાવરીબેન દવે દ્વારા ઈલેક્ટ્રીકથી ચાલતી રીક્ષાનુ લોકાર્પણ કરવામા આવ્યુ
હતુ. આ ઈ-રીક્ષા કૃષ્ણનગર વિસ્તારના દર્શનાર્થીઓને દેરાસર સુધી લાવવા-લઈ જવાની નિ:શુલ્ક સુવિધા પુરી પાડશે. જેના થકી વિસ્તારના બીમાર, અશક્ત
તેમજ વડીલ નાગરીકોને દર્શનનો લાભ સરળ બનશે.ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી આ ઈ-રીક્ષા માટે આર્થિક સહયોગ પુરો પાડવામા આવ્યો છે. જેના
થકી કૃષ્ણનગરના આશરે ૫,૦૦૦થી વધુ ભાવિકોને લાભ થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે સમગ્ર રાજ્યમા આ પ્રકારની સુવિધા સૌપ્રથમ ભાવનગર ખાતે શરૂ કરવામા આવેલ છે. જેને ભાવનગર જૈન સંધના ઉપપ્રમુખ શ્રી
જયુભાઈ ટાણાવાળા, રસીકભાઈ વોરા, વસંતભાઈ પારેખ, દિવ્યકાંતભાઈ સોલાત, બુધ્ધીવર્ધનભાઈ સંધવી તથા કોર્પોરેટર  કૃણાલભાઈ શાહ, સહિતના
આગેવાનોએ આવકારી હતી. ઈ-રીક્ષાનો લાભ લેવા કૃષ્ણનગરના રહેવાસીઓએ કૃષ્ણનગર જૈન સંધના હોદ્દેદારોનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Follow Me:

Related Posts