fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર ખાતે ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ ની અનોખી ઉજવણી ૨૪. બાલચિત્રો ૫. ગઝલ સ્પર્ધક ને પુરસ્કાર ૧૭ બહેનો ને રોજગાર સાધન સહાયકીટ ૨૪ પરિવારો ને અનાજ સહાયકીટ અર્પણ કરાય

ભાવનગર  શિશુવિહારની કર્મભૂમિ ઉપર ૭૪ મા સ્વાતંત્ર્યપર્વની અનોખી ઉજવણી
૧૯૪૭ ની મધ્ય રાત્રિએ જે દવજભૂમિ ઉપર ત્રિરંગો લહેરાયેલો એજ ભૂમિ ઉપર ૭૪ મો સ્વાતંત્ર્યપર્વ યોજાયો છે. ભાવનગરનાં વરિષ્ઠ આયુર્વેદચાર્ય અને કવિ ડૉ. નટુભાઇ પંડ્યાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ દવજારોહણ કાર્યક્રમમાં કોરોના સ્થિતીમાં આમ જનતાને ઉપયોગી શરીર અને મનના આરોગ્ય ને સાંકળતી બે પુસ્તિકાઓનું વિમોચન થયું. આ પ્રસંગે ડૉ. શૈલેષભાઈ જાની તથા શ્રી જે. જે. ચૌહાણનું અભિવાદન કરવામાં આવેલ. ક્રીડાગણનાં તલિમાર્થિઓની બેન્ડ સલામી બાદ નગરપાલિકાની શિક્ષણ સમિતિ નાં અધ્યક્ષ  નિલેશભાઈ રાવલની ઉપસ્થિતિમાં ૨૪  બાળ ચિત્રકારોને પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં.તેમ ભાવનગર નાં વરિષ્ઠ કવિ કિસ્મતભાઈ કુરેશીનાં જન્મશતાબ્દી વર્ષ પ્રસંગે ગઝલ સ્પર્ધાનાં પાંચ વિજેતા ઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ. સ્વાતંત્ર્યપર્વ પ્રસંગે ઉપસ્થિત સંસ્થાનાં ઉપપ્રમુખ  રાજેન્દ્રભાઈ દવેના વરદ હસ્તે ૧૭  બહેનોને રોજગારલક્ષી સાધન સહાય તેમ ૨૪ પરિવારોને પ્રતીક સ્વરૂપે અનાજ સહાયનું વિતરણ કરવામાં આવેલ.તેમ શિશુવિહાર સંસ્થાના કાર્યકર  રમેશભાઈ ગોહેલ તથા  હિનાબહેન ભટ્ટનું વિશેષ સન્માન કરવામાં આવેલ. ભાવનગરની જાણીતી સેવા ભૂમિનાં આંગણે યોજાતા સમારોહમાં શહેરની રોટરી રાઉન્ડ ટાઉન નાં અધ્યક્ષ  મોનાબહેન મહેતાના વરદ હસ્તે કોરોના વોરીયર શહેર પોલીસ ઉપાધ્યક્ષ  ડૉ ગિરીશ ભાઈ વાઘાણી ( ડીન- હોમીઓપેથી કૉલેજ), ડૉ. કૈરવિ દેસાઈ( પ્રાધ્યાપક – માઈક્રોબાયોલોજી વિભાગ, સરકારી મેડિકલ કોલેજ), પ્રા.હિમલ ભાઈ પંડ્યા, ડી. વાય. એસપી  મનીષ ઠાકર તેમ ચાર મહાનુભાવો નું નાગરિક અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
જન ગણ મન ગાન સાથે અલ્પાહારથી સંપન્ન થયેલ કાર્યક્રમનું સંચાલન સંસ્થા બાલમંદિરનાં શિક્ષક શ્રી અંકિતા બહેન ભટ્ટે સંભાળ્યુ હતુ.
Follow Me:

Related Posts