fbpx
ભાવનગર

ભાવનગર માનવ મેળા વગર રહેશે મહાદેવ અને મહેરામણ

ગોહિલવાડમાં કોળિયાક ગામ પાસે સમુદ્ર કિનારે નિષ્કલંક મહાદેવના સાન્નિધ્યમાં શ્રાવણી અમાસે વહેલી સવારથી વિરાટ મેળો યોજાય છે. હજારો નહિ, લાખના આંકડામાં ભાવિક શ્રદ્ધાળુઓ સૌરાષ્ટ્ર પ્રાંત કે ગુજરાતમાંથી જ નહિ દેશના કેટલાયે ભાગમાંથી ઉમટી પડે છે. કેટકેટલીયે કથા દંતકથા અને આસ્થા સાથે આ દિવસનો મેળો યોજાય છે. સમુદ્રમાં રાત્રિ દરમિયાન આવતી ભરતી બાદ વહેલી સવારે ઓટ આવતા કિનારા નજીક નિષ્કલંક મહાદેવ શિવલિંગ સુધી પહોંચી શકાય છે. આ મહાદેવના દર્શન, પૂજા કે સ્પર્શ માટેએ કોઈને કોઈ બાધા નથી. જો કે, વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ બંદોબસ્ત વ્યવસ્થા કરવી પડે છે. સાંપ્રત બિમારીના વાતાવરણમાં અહીં તસવીરમાં પ્રસ્તુત ભીડ રહેવાની નથી. આ વર્ષે તો માનવ અને મેળા વગર જ રહેશે મહાદેવ અને આ મહેરામણ.

Follow Me:

Related Posts