fbpx
ભાવનગર

ભાવનગર. ગેરરીતિ આચરતા સસ્તા અનાજના પરવાનેદારો વિરુદ્ધ તંત્ર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાઈ

રૂ.4 લાખથી વધુનો અનાજ જથ્થો સીઝર કરી 8 પરવાનેદારોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં

ભાવનગર.જિલ્લા પુરવઠા કચેરી દ્વારા Covid-19 અંતર્ગત ભાવનગર જિલ્લામાં સસ્તા અનાજના
પરવાનેદારોની માહે: માર્ચ-૨૦૨૦ થી જુલાઈ-૨૦૨૦ દરમ્યાન કુલ – ૩૨૦ આકસ્મિક તપાસણી હાથ
ધરવામાં આવેલ. અને આ તપાસણીમાં ગેરરીતિઓ બદલ કુલ રૂ.૪,૩૮,૭૦૩/- નો અનાજનો જથ્થો સીઝર
કરવામાં આવ્યોબતેમજ ગંભીર પ્રકારની ક્ષતિઓ બદલ કુલ – ૦૮ પરવાનેદારોના વાજબી ભાવની દુકાનના
સંચાલન અંગેના પરવાના ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવા હુકમ કરવામાં આવ્યા છે.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા તમામ વાજબી ભાવના દુકાનદારોને અનુરોધ કરતાં જણાવાયું છે
કે કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન સાથે રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદો-૨૦૧૩
હેઠળ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને નિયમોનુસાર મળવાપાત્ર જથ્થો વિતરીત કરવામાં આવે તે
જરૂરી છે. અન્યથા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Follow Me:

Related Posts