fbpx
ભાવનગર

ભાવનગર અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરાઇ

ભાવનગર જિલ્લા કક્ષાની કાયદો અને વ્યવસ્થા અંગેની સમિક્ષા બેઠકમાં ભાવનગર જિલ્લામાં
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર જનતાની સાથે મારામારી કરી લોકોમાં ભય
ફેલાય તેવી અસામાજીક પ્રવ્રુત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કડક હાથે કામ લેવા ચર્ચા કરવામાં આવેલ હતી. જે
અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તથા અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્મ્સ એક્ટ તથા મારામારીના
અનેક ગુનાઓમાં સંડોવાયેલ ચેતન ઉર્ફે સુર્યા જયસુખભાઇ વાઘોશી, ઉ.વ. ૨૬ રહે. ભુંભલી, તા.જિ
ભાવનગર ની સામે PASA ( પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવીટીઝ ) હેઠળ પગલા લેવાની દરખાસ્તજિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તૈયાર કરી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને મોકલી આપવામાં આવેલ
હતી.
આ દરખાસ્તનો અભ્યાસ કરતા જણાયેલ કે, ઉક્ત ઇસમે શસ્ત્ર અધિનિયમ, મારામારી તથા એટ્રોસીટી એક્ટ
હેઠળ કરેલા નિયમો અને હુકમોનું ઉલ્લંધન કરી “ભયજનક વ્યક્તિ” તરીકે મોટા પ્રમાણમાં અને અવારનવાર
ગુનાઓ કરેલ છે. જેથી ઉક્ત ઇસમને જાહેર લોકોની શાંતિ અને સલામતી તથા જાહેર વ્યસ્થાને પ્રતિકુળ હોઇ
તે રીતે અટકાવવા જરૂરી જણાતા, જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઉક્ત ઇસમ વિરુદ્ધ PASA હેઠળ પગલા લેવાની
દરખાસ્તને માન્ય રાખી ચેતન ઉર્ફે સુર્યા જયસુખભાઇ વાઘોશી, ઉ.વ. ૨૬ રહે. ભુંભલી, તા.જિ ભાવનગર
ની અટકાયત કરી મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવાનો હુકમ પસાર કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts