fbpx
ભાવનગર

ભાવનગર આજે જિલ્લામા ૨૭ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૧ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન

જિલ્લામાં નોંધાયેલા ૨,૩૨૪ કેસો પૈકી ૪૭૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના
પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૩૨૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૧૨
કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર તાલુકાના સીતાપુર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના નેસવડ ગામ
ખાતે ૧, મહુવા તાલુકાના મોટા જાદરા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના વરલ
ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, ઉમરાળા ખાતે ૫ તેમજ ઉમરાળા તાલુકાના લીમડા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૫
લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૦ અને તાલુકાઓના ૧૧ એમ કુલ ૩૧ કોરોના પોઝિટિવ
દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ
દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને
આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ
હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ
ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ અવસાન થયેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૨,૩૨૪ કેસ પૈકી હાલ ૪૭૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૮૦૦
દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૧ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Follow Me:

Related Posts