fbpx
ભાવનગર

ભાવનગર ચિત્રા પોસ્ટ ઓફીસ ના પટાંગણ માં નવ નિર્મિત સોર્ટીંગ કાર્યાલય નું ઉદ્ઘાટન સાંસદ હસ્તે યોજાયું

આજ રોજ તારીખ ૨૨.૦૮.૨૦૨૦ ના રોજ ભારતીય ટપાલ વિભાગ ભાવનગર ની ચિત્રા પોસ્ટ ઓફીસ ના પટાંગણ માં નવ નિર્મિત છંટાઈ કાર્યાલય  (સોર્ટીંગ ઓફીસ) નું ઉદ્ઘાટન ભાવનગર ના લોકપ્રિય સાંસદ ડૉ ભારતીબેન ડી શિયાળ ના વરદહસ્તે ,ગુજરાત પોસ્ટલ સર્કલ ના ચીફ પોસ્ટ માસ્તર જનરલ અશોક કુમાર પોદ્દાર ની અધ્યક્ષતા માં કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગ ની સાથે જ ચિત્રા પોસ્ટ ઓફીસ ના પટાંગણ માં એક હર્બલ બાગ ની શરૂઆતહર્બલ વૃક્ષો વાવી ને કરવામાં આવી હતી. આગમી સમય માં આ  હર્બલ ગાર્ડન માં વધુ ને વધુ  અલગ અલગ પ્રકાર ના હર્બલ વૃક્ષો વાવવામાં આવશે.
આ સાથે આજ ના દિવસે જીલ્લા માં આગવું પૌરાણિક મહત્વ ધરાવતા મહાભારત કાલીન  નિષ્કલંક મહાદેવ તીર્થસ્થાન ના મુદ્રણ વાળો ખાસ પીક્ચોરીયલ કેન્સલેશન નું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યો હતો. આ કેન્સલેશન તારીખ ૨૨.૦૮.૨૦૨૦ થી આગામી એક મહિના સુધી ભાવનગર હેડ પોસ્ટ ઓફીસ  જતિ ટપાલો પર લગાવવામાં આવશે.
આ પ્રસંગ ને સફળ બનાવવા ભાવનગર ડીવીઝન ના  પોસ્ટલ તેમજ આર એમ એસ વિભાગ ના કર્મચારીઓ અને અધિકારીઓ ભારે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts