fbpx
ભાવનગર

શિશુવિહાર બુધસભાની ૨૦૯૧ મી બેઠક ના ઉપક્રમે આંગણેથી અભિવ્યક્તિ સ્પર્ધા ના વિજેતા ને પુરસ્કાર

ભાવનગર તા૧. શિશુવિહાર બુધસભાની ૨૦૯૧ મી બેઠકનો ઉપક્રમેઆંગણેથી અભિવ્યક્તિ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયોસમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ ભાવનગરમાં આયોજિત ‘આંગણેથી અભિવ્યક્તિ’ – ઓનલાઇન  સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરવાનો કાર્યક્રમ શિશુવિહાર બુધસભાના ઉપક્રમે ૩૦મીએ યોજાઈ ગયો. 
શિશુવિહાર બુધસભાની ૨૦૯૧ મી બેઠકનો ઉપક્રમ આ સાથે વિશેષ બની રહ્યો. આ બેઠકમાં નિયમિત કવિ મિત્રો ઉપરાંત આંગણેથી અભિવ્યક્તિ સ્પર્ધાના વિજેતાઓ અને આમંત્રિતોની ઉપસ્થિત રહી. લોકડાઉન દરમ્યાન યોજાયેલ નવતર ઓનલાઈન આંગણેથી અભિવ્યક્તિ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરવાનો  આ કાર્યક્રમ ભાષા ભવનના અધ્યક્ષ પ્રાધ્યાપક ડૉ. મહેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં, ડૉ. નાનકભાઈ ભટ્ટ, જયેશભાઈ દવે, ડૉ. નટવરભાઈ પંડયાની મંચસ્થ ઉપસ્થિત અને આમંત્રિત મહાનુભાવો, અગ્રણીઓ, કવિ ડો. પથિક પરમાર, જયેશભાઈ ભટ્ટ સહિતનાની હાજરીમાં વિજેતાઓને પુરસ્કૃત કરાયા. યોજાયો. આ તકે આ સમગ્ર આયોજનમાં સહયોગી થનાર ડો. મહેન્દ્રસિંહ પરમાર, ડૉ. નાનકભાઈ ભટ્ટ, ડૉ. અશોક પટેલ, ડૉ. અમિત ગલાણી, વિવેકભાઈ શાહ, ધનુષ જાડેજાનું આયોજક સંસ્થા દ્વારા ઋણ સ્વીકાર સન્માન કરવામાં આવ્યું હતું. જીજ્ઞાબેન ત્રિવેદીએ સુપેરે સંચાલન કર્યુ હતું. બુધસભા લોકડાઉન જેવા માહોલમાં ફરી અવિરત, અખંડ રહી છે જે અત્રે નોંધવું રહ્યું. 
સ્વામિનારાયણ ગુરૂકુળના મુખ્ય સહયોગ અને જયેશ દવેના સંકલનમાં આયોજિત આ પાંચ ક્ષેત્ર અને ૧૪ વિભાગોમાં આ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૩૫૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ આયોજનમાં ભાવનગર ગુજરાતી ભવન અને ભાવનગર ગદ્યસભા દ્વારા નિબંધ અને વાર્તા લેખન, કલા સંઘ અને ખોડીદાસ પરમાર ફાઉન્ડેશન ભાવનગર દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધા, અમી પૂજા નાટ્યમ તથા ટીમ વર્ક ગ્રુપ ઓફ થિયેટર્સ દ્વારા એકપાત્રીય અભિનય સ્પર્ધા તેમજ શિશુવિહાર -બુધસભા દ્વારા કાવ્યલેખનનું આયોજન કરવામાં આવ્યું હતું તો નિર્ણાયક તરીકે ડૉ. નિમિત્ત ઓઝા (ભાવનગર, જાણીતા લેખક ),  વિરલ રાચ્છ (જામનગર, અભિનેતા – દિગ્દર્શક), સ્નેહી પરમાર (બગસરા, જાણીતા કવિ), ડૉ. વિશાલ ભાદાણી (સણોસરા, ખ્યાત  વાર્તાકાર, ભાષાવિદ), ડૉ. યજ્ઞેશ દવે (રાજકોટ, જાણીતા સર્જક), ડૉ. કિશોર નરખડીવાલા (આણંદ, જાણીતા ચિત્રકાર)એ નિર્ણાયક તરીકે સેવા આપી છે. આ સમગ્ર આયોજનના ડિઝાઇન તથા સંકલન કાર્ય માટે વિવેક શાહ -વિવેક એડવર્ટાઇઝ તથા ધનુષ જાડેજા – હેતસ્વી ગ્રુપનો સહયોગ આપ્યો હતો.

Follow Me:

Related Posts