fbpx
ભાવનગર

સુરત – “સેવા સુગંધી પુષ્પો ની માફક સર્વત્ર ફેલાઈ છે” પાલીતાણા તાલુકા ના નાના એવા ખાખરીયા ગામ નો મનસુખ કાસોદરિયા મન થી ખૂબ મોટો સુરત ને કર્મ ભૂમિ બનાવી પરમાર્થ ને શોખ બનાવ્યો આદિવાસી વિસ્તારો માં વસ્ત્ર દાન

સુરત સેવા કરવી હોય તો ક્ષેત્ર ગમે તે હોય દ્રષ્ટિકોણ ગામ હોય કે શહેર મન મોટું હોવું જરૂરી છે મન નો મોટો માનવી  મનસુખ કાસોદરિયા મૂળ વતન પાલિતાણા તાલુકા ના ખાખરીયા ગામે સામાન્ય ખેડૂત પરિવાર માં જન્મ સુરત ને કર્મ ભૂમિ બનાવનાર મનસુખભાઈ કાસોદરિયા પાસે  કોઈ મોટો ઉદ્યોગ વેપાર બિઝનેશ નથી પણ મન થી ખૂબ મોટો વ્યક્તિ છે કોઈ ને કોઈ સતત મદદ કરવા ની વૃત્તિ દિવસે પોતા ના પરિવાર ના ગુજરાન માટે નાનો વ્યવસાય કરતા આ યુવાન રક્તદાન કેમ્પ આરોગ્ય કેમ્પ શિક્ષણ ગરીબ ગુરબા ને અન્ન પાણી કપડાં ની મદદ કરતા રહે છે પરદુઃખ ભંજન મનસુખભાઈ કાસોદરિયા પદ પ્રતિષ્ઠા માન સન્માન ની કોઈ પણ અપેક્ષા વગર બીજા ના દુઃખ માં ભાગીદાર બનતા રહ્યા છે 
ગંગાસ્વરૂપ બહેનો ને અલિપ્ત ભાવે રાશનકીટ  પહોંચાડવી કોઈ ઓળખ વગર દર્દી ઓ ના પલંગ સુધી માનવીય હૂંફ કોઈ ગરીબ વિદ્યાર્થી ઓ ને પાઠય પુસ્તકો નોટ બુકો અજ્ઞાત રીતે પહોંચતી કરવી જેવા અનેક પરમાર્થ કાર્યો સતત કરતા રહેવા ને પોતા નો શોખ બનાવ્યો છે મહાત્મા ગાંધીજી ની પ્રાર્થના “વૈષ્ણવ જન તો તેને કહી એ જે પીડ પરાઈ જાણે રે” બે ઓક્ટોબર ના રોજ અકડેઠઠ પોતા ની ગાડી માં નવા વસ્ત્રો ભરી ને આદિવાસી વિસ્તારો વિતરણ કરતા મનસુખભાઈ કાસોદરિયા અને તેમની ટિમ દ્વારા નાવા ના ટુવાલ ૪૦૦ બહેનો ને સાડી ઓ ૨૫૦ બાળકો ના કપડાં માસ્ક બિસ્કિટ સહિત ના ખાદ્ય દ્રવ્યો નું વિતરણ કર્યું હતું મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જ્યંતી એ તેમના જીવન કવન થી પ્રેરાઈ ને નાની પણ નાવીન્ય સેવા કરી હતી 

Follow Me:

Related Posts