fbpx
ભાવનગર

ભાવનગર, નવીન ખેતી દ્વારા લોકોને ઘર આંગણે જ શાકભાજી તથા ફળો ઉપલબ્ધ થાય તે અંગે વેબિનાર યોજાયો

100 કરતાં વધુ લોકોએ કિચન ગાર્ડન અંગેનું નવીનતમ જ્ઞાન તેમજ ઉદભવતા પ્રશ્નો અંગેનું સચોટ માર્ગદર્શન મેળવ્યું

દૈનિક જીવનમાં રોજિંદા આહારની ગુણવત્તા વધે અને શહેરીજનો વધુને વધુ ઘર
આંગણે જ શાકભાજીની નવી ખેતી કરી પોતાના પરિવારના સભ્યોને પોષણક્ષમ અને સ્વાસ્થ્યવર્ધક ફળઅને શાકભાજી ઉપલબ્ધ કરાવી શકે તે હેતુથી મદદનીશ બાગાયત નિયામક શ્રી જે.જે.અમરચોળીનામાર્ગદર્શન હેઠળ કિચન ગાર્ડન અંગેની ગુગલ મીટના માધ્યમથી વેબીનાર સિરીઝના પ્રથમ તબક્કાનોવેબીનાર તા.૨૪-૯-૨૦૨૦ ના રોજ બપોરે 2:00 થી 4:00 કલાક દરમિયાન યોજવામાં આવ્યો હતો. જેમાંજિલ્લાના નાયબ બાગાયત નિયામક શ્રી એ.બી.વાઘમશી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી વેબીનાર સીરીઝનેભાભાવનગરની જનતાઓ માટે પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં કેનિંગ વિભાગ ભાવનગરના બાગાયતઅધિકારી એ.પી. ચૌહાણ, બાગાયત નિરીક્ષક કુ.આસિફા એચ. મોમીન અને બાગાયત મદદનીશ શ્રીએમ.એમ.રાઠોડ દ્વારા વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી. જેમાં જિલ્લાના સો કરતાં વધુ ઉત્સાહીભાવેણાવાસીઓએ કિચન ગાર્ડન અંગેનું નવીનતમ જ્ઞાન તેમજ ઉદભવતા પ્રશ્નો અંગેનું સચોટ માર્ગદર્શનમેળવ્યું હતું. જિલ્લાની નવાપરા ટેકનિકલ સ્કુલ કંપાઉન્ડ સ્થિત કચેરીએથી તાંત્રિક માર્ગદર્શન તથાશાકભાજી બિયારણ જરૂરી ખાતરના પેકેટો નહિ નફો નહિ નુકસાનના ધોરણે વેચાણ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts