fbpx
ભાવનગર

ભાવનગર શહેરના વડીલો તથા દિવ્યાંગજનોને ઘરઆંગણે કોરોના ટેસ્ટિંગની સવલત આપતી “ટેસ્ટ ઓન કોલ”ની આગવી પહેલ

સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર વરિષ્ઠ નાગરિકો-દિવ્યાંગજનોને ઘરઆંગણે જ કોવિડ
ટેસ્ટની સુવિધા આપતી “ટેસ્ટ ઓન કોલ” પહેલ દ્વારા નોખો ચીલો ચાતરતી ભાવનગર મહાનગરપાલિકા

૦૨૭૮-૨૫૩૦૨૪૫ નંબર પર સંપર્ક કરી “ટેસ્ટ ઓન કોલ” સુવિધાનો મહત્તમ લાભ
લેવા વડીલજનો દિવ્યાંગજનોને જિલ્લા કલેકટર તથા મ્યુનિસિપલ કમિશ્નરનો અનુરોધ

કોરોના મહામારીના કપરા કાળમાં ભાવનગર શહેરમાં વસતા ૬૦ વર્ષ કે તેથી વધુની વયના સિનિયરસિટિઝન્સ તેમજ દિવ્યાંગજનોને મદદરૂપ થવા અને કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવા માટે ભાવનગરમહાનગરપાલિકાએ “ટેસ્ટ ઓન કોલ” સુવિધા શરૂ કરી છે.
આવનારા સમયમાં મોટી સંખ્યામાં શહેરના વરિષ્ઠ નાગરિકો- દિવ્યાંગજનોને ઘર આંગણે કોરોના ટેસ્ટિંગનીસુવિધાનો લાભ મળે તે માટે તંત્રએ પર્યાપ્ત તૈયારીઓ કરી છે.
“ટેસ્ટ ઓન કોલ” સુવિધા વિશે વધુ માહિતી આપતા મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ.એ.ગાંધીએજણાવ્યું હતું કે આ સુવિધાનો ધ્યેય ભાવનગર શહેરી વિસ્તારમાં વસતા ૬૦ વર્ષ કે તેથી વધુની વયનાવરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ કે જે ઉંમર અને અક્ષમતાના અભાવે કોરોનાનો ટેસ્ટ કરાવી શકતાનથી તેમને કોરોનાના કપરા કાળમાં મદદરૂપ થવાનો છે.જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા એ પણ શહેરના તમામ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓને
“ટેસ્ટ ઓન કોલ” સુવિધાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.
કોરોના રોગચાળાને નિયંત્રણમાં લાવવા માટે ભાવનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતા ૬૦ વર્ષ કે તેથીઉપરના વયોવૃદ્ધ (સિનિયર સિટીઝન) તથા દિવ્યાંગ વ્યક્તિઓને રેપિડ ટેસ્ટની સુવિધા ઘર આંગણે મળી રહેતે માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તા.૨-૧૦-૨૦૨૦ના રોજથી ટેસ્ટ ઓન કોલ covid-19 સેન્ટર શરૂકરવામાં આવેલું છે.

ટેસ્ટ ઓન કોલ covid-19 સેન્ટર ખાતે જે કોઈપણ લોકો રેપિડ ટેસ્ટ કરાવવા ઈચ્છતા હોય તેઓએ પોતાનાપરિવારમાં ફ્ક્ત સિનિયર સીટીઝન અથવા દિવ્યાંગ વ્યક્તિઓ માટે ફોન નં. ૦૨૭૮-૨૫૩૦૨૪૫ પર સંપર્કકરી વોટ્સએપ નંબર મેળવી અને તે વોટ્સએપ નંબર પર સિનીયર સીટીઝનનો આધારકાર્ડ મોકલવાનુંરહેશે. જેથી તેઓના રહેઠાણ સ્થળ પર આરોગ્ય ટીમ જઈને વિનામૂલ્યે રેપિડ ટેસ્ટ કરી આપશે.

Follow Me:

Related Posts