fbpx
ભાવનગર

ભાવનગર : નાબાર્ડ દ્વારા સ્વચ્છતા સાક્ષરતા અભિયાન અંતર્ગત જુની છાપરી ખાતે કાર્યશીબીરનુ આયોજન કરાયુ

સ્વચ્છતા સાક્ષરતા અભિયાનના ભાગરૂપે, નાબાર્ડના ભાવનગર જિલ્લાના, જિલ્લા
વિકાસ પ્રબંધક, દ્રારા તળાજા તાલુકાનાં હાજીપર, મોટા ઘાણા, નવી છાપરી, જૂની છાપરી અને જાળવદર ગામોના લોકો માટે જૂની છાપરી મુકામે એક કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશિબિરમાંદિપકકુમાર ખલાસ, જિલ્લા વિકાસ પ્રબંધક, નાબાર્ડ, ભાવનગર,. સીએસપીસીના સિનિયર પ્રોજેકટ ઓફિસર ડી.એન.ઝાલા તેમજ ગામોના સરપંચશ્રીઓ, ખેડૂત મિત્રો અને સખી મંડળની બહેનોએ ભાગ લીધો હતો.નાબાર્ડ બેન્કના ભાવનગર જીલ્લાના મેનેજર શ્રી દિપક ખલાસે પ્રાસંગિક પ્રવચનમાં શૌચાલયના ઉપયોગતેમજ તેની સ્વચ્છતા ઉપર લોકોનું માર્ગદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે કોવિડ-૧૯ જેવી રોગચારાનીપરિશ્થિતિમાં સ્વચ્છતાંનુ પાલન કરવું ખુબ જ જરૂરી છે, જેમ કે નિયમિતપણે હાથ સાફ કરવાં, જાહેરસ્થળોએ માસ્કનો ઉપયોગ કરવો, સામાજિક સ્તરે અન્ય લોકોથી થોડી દૂરીનું અંતર રાખવું વગેરે. ઉપરાંતબેન્કની ગ્રામ વિકાસ માટેની વિવિધ યોજનાઓ તથા સર્વે ગ્રામીણ સમુદાયનું જીવનધોરણ કેવી રીતે ઊંચુંઆવે તે માટે નાબાર્ડની તત્પરતા વિષે જણાવ્યુ હતું તેમજ ખલાસ સાહેબે બહેનોના સખી મંડળની સરકારનીવિવિધ યોજના અને ખેડૂતો માટે પણ અનેક સહાય યોજના બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.સી.એસ.પી.સી.ના ડી.એન.ઝાલાએ નાબાર્ડ અને સંસ્થાની કામગીરી વિશે વાત કરી હતી, તેઓ એ જણાવ્યુહતું કે નાબાર્ડ સાથેની પરિયોજના લોક સહયોગથી અને લોક ફાળા સાથે ચાલી રહી છે અને પાંચ ગામોનાલોકો ખૂબ સારો સહયોગ આપી રહ્યા છે. જેના આવતા વર્ષોમાં આ ગામો લોકોને વિકાસને વેગવંતોબનાવમાં મોટી ભૂમિકા ભજવશે. અતિથિ વકતાઓએ પણ તેમના વક્તવ્યમાં નાબર્ડનીપહેલની પ્રસંશા કરીહતી અને શૌચાલય બનાવવાં તેમજ તેના ઉચિત ઉપયોગ અને સ્વચ્છતાં જાળવવાં માટે ગ્રામજનોને હાકલકરી હતી.ગામના સરપંચ જીવાભાઈએ નાબાર્ડ ડી.ડી.એમ. તેમજ સી.એસ.પી.સી.સંસ્થાના કાર્યોકારો આભાર વ્યક્તકર્તા જણાવ્યુ હતું કે ગામનો વિકાસ ભાઇચારા અને લોક સહયોગ વિના અશક્ય છે અને સ્વસ્થા પણ બધાસાથે મળીને પ્રયત્નો કરીશું, તો જ આપણે સુખી રહીશું.
કાર્યક્રમને સફળ બનાવા માટે સંસ્થાના હર્ષભાઈ, શ્રી પાંચુંભાઈ, મંથનભાઈ તેમજ ગ્રામ આગેવાનોએખૂબ સારી કામગીરી કરી હતી.

Follow Me:

Related Posts