fbpx
ભાવનગર

ભાવનગર : આગામી તા.૧૦ ના રોજ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે રૂ.૧૧.૨૫કરોડના ખર્ચે તૈયાર થયેલ અકવાડા લેઈક ફ્રન્ટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ “આગવી ઓળખ” યોજના અંતર્ગત મળેલ ગ્રાંન્ટમાથી
અંદાજીત રૂ.૧૧.૨૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ અકવાડા લેઈક ફ્રન્ટના કામનો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્યમંત્રી મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ અનેયાત્રાધામ વિભાવરીબેન દવેના વરદ હસ્તે તા.૧૦/૧૦/૨૦૨૦ના રોજ સાંજે ૫:૦૦ કલાકે અકવાડાતળાવના સ્થળે રાખવામા આવેલ છે. આ કાર્યક્રમમા સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા સહિતના મહાનુભાવો, અધિકારીશ્રી/પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

Follow Me:

Related Posts