fbpx
ભાવનગર

મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” વિષય પર ચિત્ર સ્પર્ધાનુ આયોજન

૧૮ થી ૨૫ વર્ષના યુવક યુવતીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત
રાજ્ય લલિતકલા અકાદમી આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસઅધિકારી ભાવનગર સંચાલિત “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતાં ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના (૮.૩” x ૧૧.૭”) ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી
તેને માઉનટીગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે તા.૧૦/૧૦/૨૦૨૦ થી તા.૦૭/૧૧/૨૦૨૦ સુધી બપોરના ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ,
સરનામું, મોબાઈલ નંબર, ઇ-મેઈલ ID વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે આધારકાર્ડ અથવા પાનકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સની ઝેરોક્ષ અચૂક
જોડવાની રહેશે. આ સ્પર્ધામાં ૧૮ થી ૨૫ વર્ષના યુવક યુવતીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાથી ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્રની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ
ચિત્રો મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા તા.૨૧/૧૧/૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિશંકર રાવલ કલાભવન, એલિસ બ્રિજ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો સમય ૧૧ થી ૪ કલાક સુધીનો રહેશે. જેમાં સમગ્ર રાજ્યમાંથી આવેલ ચિત્રો પૈકી બેસ્ટ -૩૦
ચિત્રોના સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થળ પર ચિત્ર બનાવવાના રહેશે. જે પૈકી ૧૦ વિજેતા પસંદગી કરવામાં આવશે. જેથી જિલ્લાકક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી તા.૦૭/૧૧/૨૦૨૦ સુધી બપોરના ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતી કરવાની રહેશે.

Follow Me:

Related Posts