fbpx
ભાવનગર

મહિલાઓ આત્મનિર્ભર બને ત્યારે આખો પરિવાર અને સમાજ પણ આત્મનિર્ભર બને છે- રાજ્યમંત્રી વિભાવરીબેન દવે

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંગે હોદેદારો તથા પદાધિકારીઓઓને વિસ્તૃત માહિતી આપતા રાજ્યમંત્રી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે જામીનગીરી, માર્જિન મની, બેન્ક ગેરંટી કે આવક મર્યાદા જેવી તમામ શરતો નાબૂદ કરી સરકારે વિના વ્યાજની સરળ લોન ઉપલબ્ધ બનાવી

રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત અને ગ્રામ વિકાસ વિભાગ તથા શહેરી વિકાસ વિભાગ
દ્વારા સંચાલિત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની માહિતી વધુમાં વધુ મહિલાઓ સુધી પહોંચે તે માટેશિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ તથા પ્રવાસન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેનીઅધ્યક્ષતામાં સર્કિટ હાઉસ, ભાવનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે મહિલાઓ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભરબને તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ દાખવી સતત બે વર્ષની મહેનતનાઅંતે મહિલાઓ માટેની આ કલ્યાણકારી યોજના અમલી બનાવી છે.જ્યારે એક મહિલા આત્મનિર્ભર બને છેત્યારે એ મહિલાની સાથે સાથે તેનો પરિવાર તથા સમગ્ર સમાજ પણ આત્મનિર્ભર બને છે.ત્યારે આયોજનાની માહિતી ભાવનગરની વધુમાં વધુ મહિલાઓ સુધી પહોંચે તે માટે સૌ જાગૃત બની પ્રયત્ન કરીએતેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિશે માહિતી પૂરી પાડતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જામીનગીરી,માર્જિન મની, બેન્ક ગેરંટી કે આવક મર્યાદા જેવી કોઈ જ શરતો વિના આ લોન ખૂબ સરળતાથી મહિલામંડળોને પૂરી પાડવામાં આવશે.જેના પર કોઈપણ પ્રકારનું વ્યાજ લેવામાં નહીં આવે. તેમજ લોન પરનીસ્ટેમ્પ ડ્યુટી પણ નાબૂદ કરવામાં આવી છે.આમ આ યોજના થકી મહિલાઓની હાડમારીમાં ઘટાડો,જીવનધોરણમાં સુધારો અને આર્થિક સધ્ધરતામાં વધારો થશે.એક જ પરિવારની ૧૮ થી ૬૦ વર્ષની કોઈપણ મહિલા મંડળમાં જોડાઈને આ યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે વ્યાજ, રિકવરી સહિતની વ્યવસ્થા માટે રાજ્ય સરકાર દ્વારા ભંડોળ પૂરૂ પાડવામાં આવશે. જે માટેસરકાર દ્વારા રૂ.એક હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. લોન પૂર્ણ થયાના પછીના વર્ષે દોઢ લાખતેમજ ત્રીજા વર્ષે રૂ. બે લાખ લોન પેટે મંડળોને મળવાપાત્ર થશે. તેમ જણાવી રાજ્યમંત્રીશ્રીએ યોજનાઅંગેની ઝીણવટભરી વિસ્તૃત માહિતી ઉપલબ્ધ સૌ કોઈને આપી હતી અને મહિલાઓ દ્વારા રજુ થયેલ પ્રશ્નોઅંગે જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મેયર નિમુબહેન બાંભણીયા, મહામંત્રી વનરાજસિંહ તેમજ કોર્પોરેટર દિવ્યાબહેને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.આ બેઠકમાં મેયર શ્રી મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, પૂર્વ સ્ટેન્ડિંગકમિટીના ચેરમેન અભયસિંહ રાવળ, વિસ્તારના કોર્પોરેટરઓ, યોજનાના હોદ્દેદારો સહિતનામહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts