ભાવનગર પ્રજાવત્સલ્ય રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી ની શીખ ૮૨ વર્ષે પણ બરકરાર જાળવી રાખતી શિશુવિહાર સંસ્થા

ભાવનગર ના પ્રજાવત્સલ્ય રાજવી ની શીખ મહેનત કશ માણસો માટે કામ કરજો તેવું કહી ગરીબ બાળકોને રમવા જમીન કાઢી આપનાર ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની શીખ શીશુવિહાર સંસ્થા એ ૮૨ વર્ષે પણ જાળવી રાખી છે ….સંસ્થા શ્રમિક પરિવારની કાળજી લેવા શક્ય પ્રયત્ન કરે છે પરંતુ શ્રમનું ગૌરવ જળવાય રહે તે માટે સંસ્થા પરીસર મા પણ આપણા કારીગરો ના કામ ને ગૌરવ આપતા ચિત્રો મૂકવામાં આવેલ છે.. કલાવૃંદ ના શિક્ષક શ્રી અશોકભાઈ પટેલ શ્રી રમેશભાઈ ગોહિલ તથા શ્રી જયેશભાઈ જાદવા એ ગાંધી ૧૫૦ પ્રસંગે ગાંધી ની મહેનત કશ લોકો માટે ની ભાવનાને શિશુવિહાર ની ભીતો ઉપર મૂકી અપ્રતિમ શ્રદ્ધાંજલી પાઠવી છે…. તથા ભાવનગરનો કલાવારસો પ્રતિવર્ષ આવતા છ લાખથી વધુ નાગરિકો માટે જાળવી રાખ્યો છે ..
Recent Comments