fbpx
ભાવનગર

ભાવનગરની સુંદરતામાં વધુ એક છોગું ઉમેરાયુ

રૂ.૧૧.૨૪ કરોડના ખર્ચે નિર્મિત અકવાડા લેઈક ફ્રન્ટનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ભાવનગરનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર દ્વારા અનેક વિકાસલક્ષીપ્રકલ્પોને મંજૂરી અપાઈ વિભાવરીબેન દવે

સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી યોજના અંતર્ગત રૂ.૧૧.૨૪ કારોડના ખર્ચે નિર્માણ પામેલ
અકવાડા લેઈક ફ્રન્ટનું રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવેલું આતળાવ બારેમાસ પાણીથી ભરાયેલું રહે છે એ તેની વિશિષ્ટતા છે ત્યારે આવા રમણીય સ્થળનો વિકાસ થાયતે માટે અનેક પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરીને આજે અકવાડા લેક ફ્રન્ટના ફસ્ટ ફેઈઝનું લોકાર્પણકરવા જઈ રહ્યા છીએ. ભાવનગરથી ઘોઘા-દહેજ તેમજ ઘોઘા- હજીરા રો-રો ફેરી સુધી જવાના માર્ગ પરઆવતું આ સ્થળ અનેક રીતે મહત્વપૂર્ણ છે. આવનારા સમયમાં તખતેશ્વર, બોરતળાવ વગેરેની જેમ આસ્થળ પણ ભાવનગરની એક આગવી ઓળખ તરીકે પ્રસ્થાપિત થશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.વિકાસના કોઈપણ કામો નાણાંના અભાવે અટકી ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૦માંસ્વર્ણિમ જયંતિ યોજના અમલમાં લાવી અને યોગ્ય નાણાંકિય જોગવાઈઓ કરી છે તેમ જણાવી ભાવનગરનેટાઉનહોલ, આધુનિક આરોગ્ય કેન્દ્રો, ગંગાજળીયા તળાવનું બ્યુટીફીકેશન, ફલાય ઓવર, કંસારા નાળાપ્રોજેકટ, સિક્સ લેઇન રોડ સહિતના લોકોપયોગી પ્રકલ્પો મળ્યા તે અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.તાજેતરમાં રૂ.256 કરોડના વિકાસલક્ષી કામો મંજુર કરી પોતાની ફરજો સુપેરે નિભાવવા બદલ મંત્રીએઆ તકે ભાવનગર મહાનગરપાલિકા તેમજ પદાધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.તેમજ નવનિર્મિતલેક ફ્રન્ટની પોતાના ઘરની જેમ જ જાળવણી કરવા લોકોને અપીલ કરી હતી.
આ પ્રસંગે મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, તથા કમિશનરએમ.એ.ગાંધીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.જ્યારે સ્વાગત વિધિ કોર્પોરેટર ડી.ડી.ગોહિલ તેમજઆભારવિધિ પૂર્વ મેયર નિમુબહેન બાંભણીયાએ કરી હતી.

આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન નિલેશભાઈ રાવલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અભયસિંહચૌહાણ, કોર્પોરેટરઓ સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો તથા અકવાડાના ગ્રામજનોઉપસ્થિત રહ્યા હતા.અકવાડા લેઇક ફ્રન્ટના મુખ્ય આકર્ષણોઆકર્ષક વેલકમ ગેઇટ, પાર્કિંગ, ગાર્ડન એરિયા તથા તળાવના પાળા પર સુંદર પાથવે, બાળકોનામનોરંજન માટે ચિલ્ડ્રન પાર્ક, જમ્પિંગ વોલ, ભૂલ ભુલામણી, મેરી-ગો રાઉન્ડ, કલાઈમ્બર, સ્લાઈડર, ઉચક-નીચક, હિંચકો, ટોય ટ્રેન, માઉન્ટ ટનલ, ટોય ટ્રેન સ્ટેશન, ખાણીપીણી માટે ફૂડ ઝોન, બતક શેઇપ રેસ્ટોરન્ટ,વોકિંગ ટ્રેક તથા વોટર રિટેઈનિંગ વોલ, ૧૦ સીટ આઉટ ગજેબો, ટીકીટ કાઉન્ટર, એડમીન ઓફિસ,સિક્યુરિટી ઓફિસ, પીવાના પાણીની સગવડ અને ટોઈલેટ બ્લોકસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધકરાવવામાં આવી છે.

Follow Me:

Related Posts