fbpx
ભાવનગર

આઈ.ટી.આઈ.ભાવનગર ખાતે ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ

પ્રવેશ ફોર્મ આગામી તા.૧૯ પહેલાં રજીસ્ટર કરવાના રહેશે

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ભાવનગર જિલ્લાની સરકારી
ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ગ્રાન્ટ ઇન એઇડ, સ્વનિર્ભર સંસ્થાઓમાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશ સત્ર૨૦૨૦મા જુજ બેઠકો ખાલી રહેલ છે. આથી પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ઉક્ત સંસ્થાઓ ખાતેથી તેમજઇન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in પરથી નવીન પર પ્રવેશ ફોર્મ ભરી જે સંસ્થાખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે સંસ્થા ખાતે રૂ.૫૦ રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્ર સહિત પરતજમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસરપ્રવેશ મેળવી શકેલ ન હોય તેવા ઉમેદવારો એ અલગથી રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી. તેઓએઓનલાઇન પ્રવેશ ફોર્મ રજીસ્ટ્રેશનની રસીદની નકલ સહિતની સંબંધિત સંસ્થાને અરજી કરવાની રહેશે.બેઠકો ભરવાની ત્રીજા રાઉન્ડ કાર્યવાહી ભાવનગર જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશફોર્મઆઇ.ટી.આઇ. ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તા.૧૯/૧૦/૨૦૨૦ના રોજ સાંજના ૬ કલાક સુધીનો રહેશે.તા.૨૦/૧૦/૨૦૨૦ના રોજ જે તે સંસ્થા ખાતે મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરાશે. તા.૨૧/૧૦/૨૦૨૦ થી
તા.૨૨/૧૦/૨૦૨૦ સુધી જે તે સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત અને પ્રવેશ આપવા અંગે કાર્યવાહી કરાશે. તેમઔદ્યોગિક તાલીમ સંસ્થા, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts