fbpx
ભાવનગર

ભાવનગર : ચૂંટણી પ્રચારમાં સત્તાધારી પક્ષ દ્વારા પ્રજાના પૈસાથી થતાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા મેજિસ્ટ્રેટ

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ (૧૦૬-ગઢડા) યોજવાનું
જાહેર કરેલ છે. તે મુજબ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ (૧૦૬-ગઢડા) અંતર્ગત તા.૦૩/૧૧/૨૦૨૦ નાંરોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચારસંહિતા બહાર પાડી તેનું કડકપણેપાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતાઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચાર સંહીતામાં જે-તેવિસ્તારના સત્તાધારી પક્ષ દ્વારા પોતાની સત્તાનો ઉપયોગ કરી પ્રજાના પૈસાથી પોતાના પક્ષની સિધ્ધીઓ કેચૂંટણી પ્રચાર અંગેની જાહેરાતો વર્તમાનપત્રો તથા અન્ય માધ્યમો દ્વારા કરવા અને હોર્ડીંગ્સ લગાડવા ઉપરપ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા બહાર પાડવામા આવેલ છે.જેમા જે-તે વિસ્તારના સત્તાધારી પક્ષ દ્વારા હોર્ડીંગ્સ, માસ મીડીયા, વર્તમાનપત્રો, ટી.વી. ચેનલોમાં તથાઅન્ય વિજાણુ માધ્યમોમાં પોતાના પક્ષની સિધ્ધીઓ કે ચૂંટણી પ્રચાર અંગેની જાહેરાતો પોતાની સત્તાનોઉપયોગ કરી પ્રજાના પૈસાથી કરી શકશે નહીં. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટેમદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું વિધાનસભાબેઠક ૧૦૬-ગઢડા હેઠળ સમાવિષ્ટ ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના વિસ્તારનેલાગુ પડશે. આ જાહેરનામુ તા.૧૦/૧૧/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.

Follow Me:

Related Posts