fbpx
ભાવનગર

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ભાજપાના નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગરનાસાંસદ ડૉ. ભારતીબેન શિયાળનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય- કમલમ્‌, કોબા,ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપાના નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગરના
સાંસદ ડૉ. ભારતીબેન શિયાળનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

આ અભિવાદન કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ કુંવરજીભાઈ બાવળીયા, વિભાવરીબેન દવે, અમદાવાદના સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી તથા
ભાજપાના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ કોળી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts