fbpx
ભાવનગર

ભાવનગર વિક્ટોરિયા પાર્ક આવતીકાલથી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે

મુલાકાતીઓએ વન વિભાગ દ્વારા નિયત કરેલ માર્ગદર્શિકાનો અમલ કરવાનો રહેશે

કોવિડ-૧૯ની મહામારીના કારણે વિક્ટોરિયા પાર્ક અનામત જંગલ મુલાકાતીઓ માટે
બંધ જાહેર કરવામાં આવેલ. તાજેતરમાં મોટાભાગના પાર્ક ખોલવા અંગે માર્ગદર્શિકા જાહેર થયેલ છે. જેઅન્વયે વિક્ટોરિયા પાર્કમાં મુલાકાતીઓને નિયત કરેલ માર્ગદર્શક સિધ્ધાંતોના અમલની શરતે સવારે ૬.૦૦કલાકથી ૮:૩૦ કલાક અને સાંજે ૪:૦૦ કલાકથી ૬:૩૦ કલાક દરમ્યાન પ્રવેશ આપવામાં આવશે.આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ક્ષેત્રીય રેન્જ, ભાવનગરે વધુમાં જણાવ્યું હતું કે જયારે પાર્ક બંધ રાખવામાંઆવેલ તે દરમ્યાન થયેલ અવલોકનો મુજબ વન્યજીવોને ખલેલ બંધ થવાના કારણે ખૂબ જ સુંદરવાતાવરણનું નિર્માણ તેમના માટે થયેલ અને વનયજીવો મુક્તપણે વિહરતા જોવા મળેલ. ચાલુ વર્ષેવરસાદ પણ ખૂબ જ સારો થવાના કારણે કૃષ્ણ કુંજ તળાવમાં પાણી ભરાયેલ છે. મુલાકાતીઓની ખલેલ નહોવાના કારણે ખૂબ સરસ હેરોનરી તળાવમાં જોવા મળેલ છે. જે તજજ્ઞોના મતે લગભગ ૧૫ વર્ષ પછી આપ્રકારનો અદભુત નજારો જોવા મળ્યો છે. આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે શક્ય હોય ત્યાસુધી ઓછામાં ઓછા મુલાકાતીઓ આ પાર્કની મુલાકાતે આવે. બંધ સમયગાળામાં લોકો જોગર્સ પાર્કનોઉપયોગ કરે છે તે શરૂ રાખે અને વિક્ટોરિયા પાર્કની મુલાકાત લે ત્યારે યોગ્ય સેનિટાઈઝરનો ઉપયોગ કરી,માસ્ક પહેરી, સામાજિક અંતર જાળવીને મુલાકાત લેવા ભાવનગર વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.પાર્કમાં મુલાકાતીઓએ પાલન કરવાની શરતો, સૂચનો અંગે માર્ગદર્શક બોર્ડ જવેલ્સ સર્કલ ગેટ અનેદિલબહાર પણીની ટાંકી પાસેના ગેટ પર મુકવામાં આવેલ છે. જેનું ચુસ્તપણે પાલન કરવા લોકોને અનુરોધકરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts