fbpx
ભાવનગર

ભાવનગર ચૂંટણી દરમિયાન પ્રતિબંધીત પીણાના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ (૧૦૬-ગઢડા) યોજવાનું
જાહેર કરેલ છે. સદરહું લોકસભા ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ મુકત અનેન્યાયી વાતાવરણમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ચૂંટણી દરમિયાનદારૂ પી, દંગા ફીસાદ કરી લોકોમાં ભયનું વાતાવરણ પેદા ન કરે તે માટે ચૂંટણી દરમિયાન દારૂ તેમજ અન્યપ્રતિબંધીત પીણાનો ઉપયોગ ન થાય તે માટે તાત્કાલીક જરૂરી પ્રતિબંધક પગલા લેવા જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવેલ છે કે વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન દારૂનાલાઇસન્સ હોલ્ડર સહિત કોઇએ પર પ્રાંતીય દારૂ કે દેશી દારૂનું કે અન્ય કોઇ પ્રતિબંધીત પીણાનું વેચાણ કેવિતરણ કરવું નહીં.આ હુકમનું ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર શખ્સ ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ની કલમ-૬પ, ૬૬ મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામું વિધાનસભા બેઠક ૧૦૬-ગઢડા હેઠળસમાવિષ્ટ ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામુતા.૧૦/૧૧/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.

Follow Me:

Related Posts