fbpx
ભાવનગર

ભાવનગર ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો, ઉમેદવારોએ હંગામી ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાટે પાલન કરવાની સૂચનાઓ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ (૧૦૬-ગઢડા) યોજવાનું
જાહેર કરેલ છે. તે મુજબ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ (૧૦૬-ગઢડા) અંતર્ગત તા.૦૩/૧૧/૨૦૨૦ નાંરોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણેપાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતાઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચાર સંહિતામાં રાજકીયપક્ષો/ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે હંગામી ચૂંટણી કાર્યાલય શરૂ કરવા માટેની સૂચનાઓ થયેલ છે. જેઅન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવેલ છે.
રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે હંગામી ચૂંટણી કાર્યાલય શરૂ કરવા માટે જાહેર કે ખાનગીસ્થળે કોઇ પણ પ્રકારના દબાણ દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં. ધાર્મિક સ્થળોએ કે તેનાપરીસરમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં. કોઇ પણ શૈક્ષાણિક સંસ્થા કે દવાખાનાની આજુ-બાજુમાંચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં. હયાત મતદાન મથકની ર૦૦ મીટરની ત્રિજયામાં ચૂંટણી કાર્યાલયશરૂ કરી શકાશે નહીં. ચૂંટણી કાર્યાલયે રાજકીય પક્ષનો એક જ ફલેગ તથા પક્ષના ચિન્હ, ફોટોગ્રાફ સાથેનુંએક જ બેનર પ્રદર્શિત કરી શકશે. ચૂંટણી કાર્યાલયે પ્રદર્શિત કરેલા બેનરની સાઇઝ ૪ફૂટ × ૮ફૂટ થી વધુહોવી જોઇએ નહી. આ મુજબની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.સદર જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામુંવિધાનસભા બેઠક ૧૦૬-ગઢડા હેઠળ સમાવિષ્ટ ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાનાવિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૦/૧૧/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.

Follow Me:

Related Posts