fbpx
ભાવનગર

ભાવનગર : ઉશ્કેરણીજનક ભાષણો, ચિન્હો, તેનો ફેલાવો કરવાના કૃત્યો તથા વ્યકિતગતઆક્ષેપોના કૃત્યો, આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ (૧૦૬-ગઢડા)નો ચૂંટણીનો
કાર્યક્રમ જાહેર થયેલ છે. વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ (૧૦૬-ગઢડા)ને લક્ષમાં લઇ, જાહેર શાંતિ અનેસલામતિ જાળવવા પગલા લેવા જરૂરી છે તેમજ કોઇપણ પ્રકારની સુલેહશાંતિનો ભંગ ન થાય અને જાહેરસલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડેલ ચૂંટણીઆચાર સંહિતાની જોગવાઇઓના અમલ માટે નીચે જણાવ્યા મુજબ પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવેલ છે.
ઉશ્કેરણીજનક ભાષણો આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવાની, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરોઅથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની અથવા સક્ષમઅધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નિતિનો ભંગ થતો હોય જેનાથી રાજયની સલામતી જોખમાતીહોય અથવા જેના પરિણામે જાહેર વ્યવસ્થા જાળવવામાં વિક્ષેપ થવા સંભવ હોય, તેવા ઉશ્કેરણીજનકભાષણો આપવાની અથવા ચાળા વિગેરે કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની,દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો તથા વ્યકિતગત આક્ષેપોના કૃત્યો, આદર્શ આચારસંહિતાનોભંગ થાય તેવા કૃત્યો.આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાનીકલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું વિધાનસભા બેઠક ૧૦૬-ગઢડા હેઠળ સમાવિષ્ટભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામુતા.૧૦/૧૧/૨૦૨૦ સુધી અમલમા રહેશે.

Follow Me:

Related Posts