fbpx
ભાવનગર

હથિયાર પરવાનેદારોએ હથિયાર સાથે લઇને ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ (૧૦૬-ગઢડા) યોજવાનું
જાહેર કરેલ છે. જેમાં મતદાન તા.૦૩/૧૧/૨૦૨૦ ના રોજ તથા મતગણતરી તા.૧૦/૧૧/૨૦૨૦ ના રોજહાથ ધરવામાં આવનાર છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા હથિયારો અંગે જરૂરી સૂચના બહાર પાડેલ છે.ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જરૂરી પ્રબંધ મુકવો આવશ્યકજણાય છે. મુકત, ન્યાયી અને શાંતીપૂર્ણ ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતીરહે, સુલેહ શાંતીનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર હથિયાર પરવાનેદારોને હથિયારો સાથે લઇનેહરવા ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા બહારપાડવામા આવેલ છે.વિધાનસભા બેઠક ૧૦૬-ગઢડા હેઠળ સમાવિષ્ટ ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાનાવિસ્તારમાં કોઇ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯ ની કલમ-ર ની વ્યાખ્યામાં આવતું કોઇપણ હથિયારધારણ કરી ફરવું નહીં. જિલ્લા બહારથી મેળવેલ હથિયાર પરવાના ધારણ કરનાર વ્યકિતઓ કે જેઓ હાલઅત્રેના જિલ્લામાં વસવાટ કરતા હોય તેમને પણ પોતાનું હથિયાર ધારણ કરી હરવું-ફરવું નહીં. ચૂંટણીઅંગેની પ્રક્રિયા શરૂ થયેલ હોઇ, જામીન ઉપર છોડેલી વ્યકિતઓ, ફોજદારી ગુન્હાઓ કર્યાની ભૂમિકાવાળીવ્યકિતઓ, હુલ્લડના ગુન્હામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમ્યાન સંડોવાયેલા વ્યકિતઓ, ગંભીર ગુનામાંસંડોવાયેલા વ્યકિતઓ, ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બાધકરૂપ થાય તેહોય તેવા ઇસમો, વ્યકિતઓએ ધારણ કરેલ હથિયાર પરવાના હેઠળના પરવાનેદારોના સંદર્ભમાં વ્યકિતગતઅને વિગતવાર સમીક્ષા કરીને તેમના હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા લેવા માટે કાર્યવાહી કરવા જિલ્લાપોલીસ અધિક્ષક, ભાવનગરને અધિકૃત કરવામાં આવે છે.સદરહું જાહેરનામું કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતાં અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી પંચેનિમેલા નિરીક્ષકો, ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરીજો કોઇ વ્યકિત પાસે શસ્ત્ર અધિનિયમ-૧૯પ૯ ની કલમ-ર ની વ્યાખ્યામાં આવતું કોઇપણ હથિયાર ધારણકરતાં જોવામાં આવશે તો સબંધીત પોલીસ અધિકારીઓ તથા સ્થળ પરનાં સુરક્ષા અધિકારીઓ આહથિયાર જપ્ત કરી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાનેપાત્ર થશે. આ જાહેરનામું વિધાનસભા બેઠક ૧૦૬-ગઢડા હેઠળ સમાવિષ્ટ ભાવનગર જિલ્લાના ઉમરાળાઅને વલ્લભીપુર તાલુકાના વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૦/૧૧/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.

Follow Me:

Related Posts