fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તળાજાના ધારસભ્યશ્રી કનુભાઇ બારૈયા તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બી.જે.સોસાએ રજુ કરેલા રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર,પાણીની વ્યવસ્થા,જમીન માપણી, બીનખેતી વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સંબંધિત અધિકારીઓને જરૂરીતપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા સૂચના આપી હતી.ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર
દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિતઅધિકારીઓને તાકીદ કરી હતી.આ બેઠકમાં કલેકટરએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગેકરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી.ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજનખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાંધારાસભ્યઓ સહિતના પદાધિકારીઓ તેમજ નિવાસી અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરી, , કાર્યપાલક ઇજનેરઓ, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts