fbpx
ભાવનગર

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષ પ્રવિણભાઈ ઝાલાનો નિવૃત્તવિદાય તથા નવનિયુક્ત આચાર્ય કિરણભાઇ પાંધી નો સત્કાર કાર્યક્રમ વેળાવદર(ગારિયાધાર) મુકામે યોજેયેલ

ગારીયાધાર તાલુકાની વેળાવદર કેન્દ્રવર્તી શાળા તથા ગ્રામપંચાયતની યજમાનીમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષ પ્રવીણભાઈ ઝાલાનો નિવૃત્તિ વિદાય કાર્યક્રમ તથા નવનિયુક્ત  આચાર્યશ્રી કિરણભાઈ પાંધી  સત્કાર નો કાર્યક્રમ યોજાયેલ. આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ  દ્વારા માનનીય પ્રવીણભાઈ ઝાલાને શાલ પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી તેમને સન્માનવા માં આવેલ તેમજ આચાર્ય એવા કિરણભાઈ પાંધીને મોમેન્ટ અને શાલ આપી સત્કારવામાં આવેલ. આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગના સંગઠનમંત્રીશ્રી મહેશભાઈ મોરી વિશેષ હાજર રહી બન્ને મહાનુભાવોનું અભિવાદન  કરી ભવિષ્યમાં સમાજ ઉપયોગી કાર્ય કરવા આહવાન કરેલ.રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના ભાવનગર જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ આહિર તથા જીલ્લાના મંત્રી રાજેન્દ્રસિંહ સોલંકી ઉપરાંત ગારીયાધાર શૈક્ષિક મહાસંઘ ની ટીમ.. અધ્યક્ષ રમેશભાઇ પરમાર, ઉપાધ્યક્ષ ચેતનભાઈ ગોધાણી, જિલ્લા પ્રતિનિધિ ઝાલા દિનેશભાઈ, સંગઠન મંત્રી ડાયસંગભાઈ મકવાણા, સહસંગઠનમંત્રી નાગજીભાઈ પરમાર,  પ્રચારમંત્રી ચિરાગભાઈ પરમાર, વરિષ્ઠ કોષાધ્યક્ષ શ્રી વિપુલભાઈ મકવાણા,  ચિંતનભાઈ ખેની, જયેશભાઈ, પ્રવીણભાઈ ઘનશ્યામ ભાઇ તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહીને પ્રવીણભાઈ  તથા કિરણભાઈ નું ભવ્ય સ્વાગત કરેલ.  આ વિસ્તારના માનનીય ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી કાર્યક્રમમાં હાજર રહી માર્ગદર્શન આપેલ  તથા કારોબારી સમિતિના ચેરમેન  ગોવિંદભાઈ મોરડીયા , વીડી સોરઠિયા માજી શિક્ષણ સમિતિ ચેરમેન ભાવનગર દાતાઓ ,સરપંચ તથા તાલુકા પંચાયતના સદસ્ય હાજર રહી શુભકામનાઓ પાઠવી.
શૈક્ષિક  મહાસંઘ ગારીયાધારના અધ્યક્ષ એવા  રાજ્યપાલ એવોર્ડ વિજેતા રમેશભાઇ પરમારનું  સન્માન  કરવામાં આવેલ.આ પ્રસંગે, જિલ્લાના માનનીય પ્રાથમિક શિક્ષણાધિકારી મિયાણી દ્વારા પ્રવીણભાઈ ઝાલા તથા કિરણ ભાઈ ને શુભેચ્છા સંદેશ પાઠવેલ તેનું વાંચન કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા વેળાવદર પ્રાથમિક શાળાએ ભારે જહેમત ઉઠાવેલ.

Follow Me:

Related Posts