fbpx
ભાવનગર

ભાવનગર તાલુકામાં સગર્ભા મહિલાઓ માટે મેગા મેડીકલ કેમ્પ યોજાયો

કેમ્પમાં ૩૭૨ સગર્ભા બહેનોની આરોગ્ય ચકાસણી કરી જરૂરી દવાઓ તેમજ

ભાવનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાથબ, ભુંભલી, ભંડારીયા, ફરીયાદકા અને
ઉંડવી એમ પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સગર્ભા બહેનોનો મેગા મેડીકલ કેમ્પ આયોજીત કરવામાઆવ્યો હતો. જેમા ૩૭૨ જેટલા સગર્ભા બહેનોનુ મેડીકલ ઓફીસર મારફત હેલ્થ ચેક અપ કરી જરૂરીદવાઓ તેમજ માર્ગદર્શન વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું.
આ કેમ્પમા સગર્ભા બહેનોના લોહી – પેશાબની વિવિધ લેબોરેટરી તપાસ, વજન, ઉંચાઈ, પેટની તપાસ,બ્લ્ડ પ્રેશરની તપાસ કરવામા આવી હતી તેમજ ધનુર વિરોધી રસી અપાઈ હતી. ડો.સુનિલ પટેલ તાલુકાહેલ્થ ઓફીસર ભવનગરના સંકલનથી આ કેમ્પ માટે તાલુકા પંચાયતના સ્વભંડોળમાથી અંદાજિત ૨.૧૦લાખ જેટલી રકમ ફાળવવામા આવી હતી. જેમાથી સગર્ભા બહેનોને માસ્ક, સેનીટાઈઝર, સાબુ, પ્રોટીનપાઉડર તથા ઈમ્યુનીટી બુસ્ટર એવા વિટામીન સી અને ઝિંક નો પાઉડર, ગ્લુકોઝ પાઉડર, વિટામીન સીઅને ઝીંકની ગોળી, લોહીના ટકા વધારવાની દવા તેમજ કેલ્શીયમની ગોળીઓ અને ઓ.આર.એસ પાઉડરનુંવિતરણ કરવામા આવ્યુ હતું.મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા પદાધીકરીઓ સાથેસુચારૂ સંકલન સાધી મેડિકલ કેમ્પની ઉતમ વ્યવસ્થા ગોઠવવામા આવી હતી.પ્રોગ્રામ મેનેજર ચેતનસિંહ દ્વારા ખિલખિલાટ વાહન મારફત આ કેમ્પમા ગ્રામીણ વિસ્તારોમાંથી સગર્ભાબહેનોને કેમ્પના સ્થળે લાવવા અને પરત ઘરે મુકવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરાઈ હતી. આ કેમ્પમા માન.મંત્રી પુરષોતમભાઈ સોલંકી વતી દીવ્યેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાવનગરતાલુકા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય ગણમાન્ય પદાધીકારીશ્રી અને અધીકારીઓ પણ ઉપસ્થીત રહ્યાહતા. આ મેગા ચેકઅપ કેમ્પને સફળ બનાવવા માટે જિલ્લા આર.સી.એચ અધીકારીશ્રી દ્વારા સતતમાર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. એક પણ માતા કે બાળકનુ મરણ એમના તાલુકામા ન થાય એ માટેહમેશા પ્રયત્નશીલ રહેતા એવા તાલુકા હેલ્થ ઓફીસર ડો.સુનિલ પટેલના નેજા હેઠળ તાલુકા હેલ્થ કચેરીભાવનગરની સમગ્ર ટીમે સગર્ભા બહેનોને સહેજ પણ મુશ્કેલી ન પડે એ રીતે મેગા ચેકઅપ કેમ્પને સફળબનવવા જહેમત ઉઠાવી હતી.માર્ગદર્શન અપાયું

Follow Me:

Related Posts