fbpx
ભાવનગર

ભાવનગર : હવે ઈયરટેગ બનશે પશુઓનું આધાર કાર્ડ

પશુઓમાં થતાં ખરવા મોવાસા તથા બ્રુસેલ્લોસીસ જેવાં ઘાતક રોગો સામે પશુપાલન વિભાગ દ્વારા વ્યાપક અભિયાન શરૂ પ્રથમ તબક્કામાં જિલ્લાના ૨૦ હજાર પશુઓને આવરી લેવાયાં, ૨૦૨૧ થી શરૂ થશેબીજો તબક્કો

પશુઓમાં આવતો ખરવા મોવાસા(FMD) અને બ્રુસેલ્લોસીસ રોગ નિયંત્રણ કરી સમગ્ર
દેશમાંથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ખરવા મોવાસા રોગ નાબૂદ થાય તેમજ પશુપેદાશોને આંતરરાષ્ટ્રીય સ્તરેબહોળુ માર્કેટ મળી રહે અને પશુ માલિકોની આવક બમણી થાય તે હેતુથી ભારત સરકાર દ્વારાNADCP(National Animal Disease Control Programme) અને NAIP(National Artificial InseminationProject) જેવા બે કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યા છે. NADCP કાર્યક્રમનો મુખ્ય હેતુ આ માટે પશુઓનીઓળખ થાય અને તેનો રેકોર્ડ જળવાઇ રહે તે માટે INAPH સોફ્ટવેરમાં પશુઓની ઉંમર,વેતર,વેક્શીનેશન,પશુ માલિકની વિગત ગામ જેવી તમામ માહિતી રાખવામાં આવે છે. આ માટે પશુઓને ઇયર ટેગ ધ્વારાબાર કોડેડ યુનિક આઇડેન્ટીફિકેશન ( UID) આપવામાં આવે છે અને આ ટેગ સરકારશ્રીની તમામ સહાયકારીયોજનાઓ પશુઓની બેન્કની લોન માટે તેમજ પશુઓને કોઇપણ પ્રકારના ડીઝાસ્ટર અંતર્ગત પશુઓનેથયેલ નુકશાન, મૃત્યુ સહાય વળતરમાં મદદરૂપ પુરવાર થશે તથા આ ટેગ થકી પશુઓમાં ક્યારે રસીકરણ,કૃત્રિમ બિજદાન થયેલ છે તેમજ આ અંગેની આનુસાંગીક માહિતી પણ આસાનીથી ઉપલબ્ધ થશે.હાલમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગોકુલ મીશન હેઠળ જે જિલ્લાઓમાં ૫૦% કરતા ઓછુ કૃત્રિમ બિજદાન થતુહોય તેવા જિલ્લાઓને આવરી લેવામાં આવેલ છે જે મુજબ સમગ્ર દેશના ૬૦૦ જિલ્લાઓ પૈકીનગુજરાતરાજ્યના ૨૧ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ થકી સારી ઓલાદના પશુઓ મેળવવામાટે NAIP Phase 2 કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં ગાય અને ભેંસ વર્ગના પશુઓને ટેગીંગ હેઠળ આવરીલેવામાં આવનાર છે. પ્રથમ ફેઝમાં ભાવનગર જિલ્લામાં ૨૦૦૦૦ પશુઓને આ યોજના હેઠળ આવરીલીધેલ છે.તમામ પશુઓ રોગમુક્ત થાય તે હેતુથી આગામી ફેબ્રુઆરી – ૨૦૨૧ માં ખરવા મોવાસા રોગ નિયંત્રણ ફેઝ૨ પહેલા ગાય અને ભેંસ વર્ગના તમામ પશુઓને ઇયર ટેગીંગ હેઠળ આવરી લેવાના હોય તમામપશુપાલકોને પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે કે પશુપાલન સ્ટાફ આપને ત્યાં પશુઓનેટેગીંગ માટે આવે ત્યારે પુરતો સહકાર આપે જેમાં આપનુ તેમજ આપના પશુઓનુ હિત સમાયેલ છે. ખરવામોવાસા રોગની અસર આવે ત્યારે પશુઓની કાર્યક્ષમતા ઘટી જાય છે તેમજ દુધ આપનાર પશુઓનુ દુધઉત્પાદન પણ કાયમી ધોરણે ઘટી જતુ હોય છે જેથી પશુમાલિકોને આર્થીક રીતે બેવડો ફટકો પડતો હોય છેજેથી કહેવાય છે ને કે સુરક્ષા એ જ સમજદારી એ મુજબ આગામી ફેબ્રુઆરી – ૨૦૨૧ માં ખરવા મોવાસારસીકરણ કાર્યક્રમમાં પશુપાલકો પોતાના તમામ પશુઓનુ ચોક્ક્સ નિ:શુલ્ક રસીકરણ કરાવે અને પોતાનુમહામુલુ પશુધન બચાવે તથા પોતાના તેમજ દેશની પ્રગતિમાં અમુલ્ય સહકાર આપે.

Follow Me:

Related Posts