fbpx
ભાવનગર

ભાવનગર: N.D.R.F. દ્વારા કોવિડ-19 અંગે જનજાગૃતિ રેલીનુ આયોજન

જિલ્લા કલેક્ટરએ લીલી ઝંડી આપી રેલીનુ પ્રસ્થાન કરાવ્યુ સ્થિતિ પુર્વવત પરંતુ કોરોના હજુ ગયો નથી તેથી સહેજ પણ બેદરકારી જોખમીસાબિત થઇ શકે છે- જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા

વડોદરા N.D.R.F. દ્વારા ભાવનગરમા કોરોના મહામારી અંતર્ગત લોકોમા જાગૃતિ વધે
તે માટેની જન જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જે રેલી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીથી શરૂ થઇશહેરના ભીડભંજન ચોક, રૂપમ ચોક, મેઇન બજાર, ખારગેટ, દાણાપીઠ, રેલ્વે સ્ટેશન રોડ, શેલારશાહ ચોક,જશોનાથ ચોક, મોતીબાગ સહિતના વિસ્તારોમા ફરી લોકોને કોરોના અંતર્ગત રાખવાની તકેદારી અંગેજાગૃત કરવાનો પ્રેરક પ્રયાસ કરાયો હતો. આ રેલીનુ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ લીલી ઝંડીફરકાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ તેમજ ઉપસ્થિત સૌ કોઇને કોરોના અંતર્ગત રાખવાની તકેદારી અંગેના શપથ લેવડાવ્યા હતા. લોકો વારંવાર હાથ ધોવે, સેનિટાઇઝરનો ઉપયોગ કરે તથા માસ્ક પહેરે તેમજ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે, સંપુર્ણ શરીર ઢંકાયેલુ રહે તેવા વસ્ત્રો પહેરે, હાથને સાફ કર્યા સિવાય મોં પર ન અડે,છીંક અથવા ખાસી આવે તો હાથના બદલે કોણી અથવા રૂમાલ કે ટીસ્યુ પેપરનો ઉપયોગ કરે તેવા પોસ્ટર્સ,બેનર તેમજ સ્લોગનો થકી રેલી દરમ્યાન લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.આ તકે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારના પ્રયાસોથી ગુજરાતમાકોરોનાનુ સંક્રમણ ઘટ્યુ છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામા છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસોમાનોંધપાત્ર ધટાડો જોવા મળી રહ્યો છે. અનલોક થતા હવે આપણે પુર્વવત સ્થિતિમા છીએ ત્યારે આવાસમયને લોકો હળવાશથી લે અથવા તો નિષ્કાળજી દાખવે તેવુ બની શકે છે. આથી કોરોના આપણી વચ્ચેજ છે તે હજુ ગયો નથી જે બાબત ધ્યાને લઇ લોકો સેનિટાઇઝરનો ઉપયોગ કરે, માસ્ક પહેરે તેમજ સોશ્યલડિસ્ટન્સીંગ જાળવે તે ખૂબ જરૂરી છે. સહેજ પણ બેદરકારી આપણા માટે જોખમી સાબિત થઇ શકે છે તેથીલોકોને વારંવાર જાગૃત કરવા પણ એટલા જ જરૂરી છે. જે માટે N.D.R.F. ટીમ દ્વારા આ રેલીનુ આયોજનહાથ ધરી પ્રશંશનીય કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે.આ રેલીમા N.D.R.F.ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ખટાણા, ઇસ્પેક્ટર દલજીતસિંઘ, જિલ્લા હોમગાર્ડકમાન્ડર શંભુસિહ સરવૈયા, ડી.પી.ઓ. ડિમ્પલ તેરૈયા, N.D.R.F.ના ૨૨ સભ્યોની ટીમ, ૨૦ આપદામિત્રો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts