fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૧૦ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૧ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૪,૭૧૧ કેસો પૈકી ૭૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૧૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા
કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૭૧૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૫ પુરૂષ અને ૧સ્ત્રી મળી કુલ ૬ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે ૧, મહુવા ખાતે૧, સિહોર ખાતે ૧ તેમજ સિહોર તાલુકાના રાજપરા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટપોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૯ અને તાલુકાઓના ૨ એમ કુલ ૨૧ કોરોનાપોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકાપ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થજણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવીહતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ
આઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા ૪,૭૧૧ કેસ પૈકી હાલ ૬૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ૪,૫૭૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Follow Me:

Related Posts