fbpx
ભાવનગર

બાબરા ના રાણપર ગામે આવેલ શ્રી નકળંગ દેવંગી આશ્રમ ખાતે દશેરા ના પાવન દિવસે યગ્ન નું આયોજન થયું.

 બાબરા તાલુકા ના રાણપર ગામે આવેલ શ્રી નકળંગ દેવંગી આશ્રમ ખાતે દશેરા ના દિવસે યગ્ન નું આયોજન થઈ ગયું. અહીં દર વર્ષે નવરાત્રી ના નવ દિવસ બાદ ભવ્ય યગ્ન નું આયોજન થાઈ છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી એકદમ સાદગી પુર્વક યગ્ન નું આયોજન થયું હતું. માત્ર જરૂરી લોકો ની હાજરી માં આ યગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામદેવ જી મહારાજ ના સાનિધ્યમાં આ આયોજન કરવામાં આવેલ હતું. સાથે કોરોના ને કારણે સોશ્યલ ડીસેન્સીંગ નું પણ પાલન કરવામાં આવ્યું હતું.
      આ યગ્ન આશ્રમ ના મહંત શ્રી પરેશબાપુ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. સાથે આ યગ્નમાં શ્રી રામદેવ જી મહારાજ અને નવદુર્ગા ને પ્રાર્થના પણ કરવામાં આવી હતી કે, ભારત દેશ અને રાજ્ય ને કોરોના વાયરસ માં થી વહેલી તકે મુક્તિ મળે અને ફરી જનજીવન જીવંત થઈ જાય. બધા લોકો નિડર પણે રોજીંદા કામ કાજો કરવા લાગે અને ફરી દેશ અને રાજ્ય ધંમધમતુ થઈ જાય.
        આ તકે આશ્રમ ના મહંત શ્રી પરેશબાપુ, રાણપર ગ્રામ જનો, નડાળા ગ્રામ જનો, અને સેવક સમુદાય ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts