fbpx
ભાવનગર

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા દ્વારા વાડી વિસ્તારમાં મેલેરીયા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

વાડી વિસ્તારમાં રહેતા ૧૦૫ શ્રમિકોના આર.ડી.ટી. ટેસ્ટ કરાયા

ગુજરાતને ૨૦૨૨મા મેલેરીયા મુક્ત કરાવાના સરકારના અભિગમ હેઠળ વાહકજન્ય
રોગ અટકાયતના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા દ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સની કામગીરી, એબેટકામગીરી અને ટાયરો-કચરાનો નિકાલ અને ખાસ ઝુંબેશ હેઠળ સણોસરા તાબાના ૧૪ ગામોનાં વાડીવિસ્તારો શોધીને દૂરથી ખેત મજૂરી માટે આવેલા ૧૦૫ વ્યક્તિને કૃષ્ણપરા, સણોસરા, ભૂતિયા, સરકડિયા,ગઢુલા વગેરે ગામોની વાડીમા અંતરિયાળ વિસ્તારની તપાસ કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરાનીઆરોગ્ય ટીમ દ્વારા મેલેરીયા સર્વેલન્સની ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.બી.પી.બોરીચનીસૂચનાથી સિંહોર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણી, હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત,ડો.આયશા બહેન હુનાણી, ડો.હેતાલાબેન માવાણી, રામદેવસિંહ ચુડાસમા સહિતની આરોગ્ય ટીમ દ્વારાઉપરોક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Follow Me:

Related Posts