fbpx
ભાવનગર

ભાવનગર : ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે “Play At Home” વિષય પર ચિત્ર સ્પર્ધાનુ આયોજન

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર સંચાલિત “Play At Home” વિષય પર ચિત્ર સ્પર્ધાયોજાનાર છે.હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતાં ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના (૮.૩”x ૧૧.૭”) ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતેતા.૨૩/૧૧/૨૦૨૦ થી તા.૧૧/૧૨/૨૦૨૦ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનુંનામ, સરનામું, મોબાઈલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકેઆધારકાર્ડ કે જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ અને બેન્ક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે. આ સ્પર્ધામાં ૮ થી ૧૩ વર્ષનાબાળકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાથી ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્રની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદરાજ્યકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા તા.૧૯/૧૨/૨૦૨૦ના રોજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિશંકરરાવલ કલાભવન, એલિસ બ્રિજ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો સમય ૧૧ થી ૫ કલાક સુધીનો રહેશે. જેમાં સમગ્રરાજ્યમાંથી આવેલ ચિત્રો પૈકી બેસ્ટ -૩૦ ચિત્રોના સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થળ પર ચિત્ર બનાવવાના રહેશે. જે પૈકી ૧૦ વિજેતાપસંદગી કરવામાં આવશે.રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ. ૫,૦૦૦/- (પ્રત્યેકને) મુજન આશ્વાસનઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે.
જિલ્લાકક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી તા.૧૧/૧૨/૨૦૨૦ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી,બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતી કરવાની રહેશે. સ્પર્ધા અંગેના તમામનિયમો કચેરીના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે.

Follow Me:

Related Posts