fbpx
ભાવનગર

તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા પાન-માવાના ૨૮ દુકાનધારકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી રૂ.૧૬,૧૦૦ના દંડની વસુલાત કરાઈ

ભાવનગર, : સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ નિયંત્રણ અધિનિયમસ્કોર્ડની રચના કરવામાં આવેલી છે.તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (COTPA-૨૦૦૩)નું સઘન અમલીકરણથાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાંઆવી હતી.આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.તાવીયાડના માર્ગદર્શન નીચે તમાકુનિયંત્રણ સ્કોર્ડ દ્વારા તા.૦૫-૧૧-૨૦૨૦ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી ભાવનગર શહેરના વિવિધવિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએઆકસ્મિક ચેકિંગ હાથ ધરી ૨૮ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૧૬,૧૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ.જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ તમાકુનું વેચાણ/ખરીદી એ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથેનિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પરપ્રતિબંધ બીડી, સિગારેટમા ૮૫% ભાગમાં ‘‘તમાકુ જીવલેણ છે’’ ‘‘તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાયછે.’’ તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનુંબિન અધિકૃત રીતે વેચાણ એ બાબતો આવરી લેવામાં આવી હતી.આ કામગીરીમા એપિડેમિક મેડીકલ ઓફિસર ડો. પી. એ. પઠાણ, પોલીસ ઇન્સ્પેકટર આર.પી.ગૈાતમ,જીલ્લા શિક્ષણાધિકારી કચેરી AEI-ડો.જી.જે.બારૈયા, સહાયકત રાજયવેર કમિશ્વરની કચેરી રાજય વેરાનિરિક્ષક, જી.કે.વધામશી, NTCP કાઉન્સેલર I/C – ડી.આર.ત્રિવેદી, એસ.એમ.જાની, LRD,આર.એન.પરમાર- LRD એલ.આર.ઓ.ની સહભાગીદારીથી આ કામગીરીની જહેમત ઉઠાવેલ.

Follow Me:

Related Posts