fbpx
ભાવનગર

ભાવનગર : વનબંધુઓ માટે વતન મુસાફરીની સુવિધામા ઉમેરો કરાયો

ગારીયાધારથી દાહોદના ધાનપુર સુધીની એસ.ટી. બસ સેવા શરૂ કરાઈ

દાહોદ, પંચમહાલ સહિતના જીલ્લાઓમાંથી આદિવાસીભાઈઓ વિવિધ વ્યવસાય અર્થે સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં આવતાહોય છે તેમજ કારખાનાઓમાં નોકરી કરતા નોકારીયાત કે સરકારી કર્મચારીઓ પણ પોતાના વતનમાં અવાર-નવાર આવતા જતા હોય છે. સાથેસાથે નવરાત્રી, દિવાળી, ઉતરાયણ, હોળી વગેરે જેવા તહેવારોમાં આદિવાસીભાઈઓએ પોતાના વતનમાં જવાનુ થતુ હોય છે. આથી તેઓનેપોતાના વતનમા આવવા જવા માટે કોઇ મુશ્કેલી નો પડે તે હેતુથી ભાવનગર ડીવીજન ઓફિસર શ્રી ટી.એમ.પટેલ અને ગારીયાધાર ડેપોમેનેજર એસ.પી.વસવાના સહયોગથી ગારીયાધાર થી દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકા સુધી એસ.ટી. બસ સેવા તા.૫/૧૧/૨૨૦ થી શરૂ કરવામાંઆવેલ છે. આ અંગે ભાવનગર ડીવીજન ઓફિસર ટી.એમ.પટેલે જણાવ્યુ હતુ કે આ જિલ્લાના આવા અંતરિયાળ વિસ્તારના ગામડાઓનાખેતમજુરોને લાભ મળે અને ગામડાઓમાં આવતા આદિવાસી ભાઈઓને સારી સસ્તી સુવિધાઓ સલામતીનો લાભ મળે તેમજ દાહોદજીલ્લાના મુસાફરોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી બસ શરૂ કરવામાં આવેલ છે. આ બસ ૧૯:૦૦ કલાકે ગારીયાધારથી ઉપડીપાલીતાણા, સોનગઢ, સિહોર, ભાવનગર, વડોદરા, હાલોલ, પાવાગઢ, ધોધાંબા, રીછવાણી, બારિયા થઈ ધાનપુર સવારે ૪:૦૦ કલાકે પહોંચશે.દાહોદ જીલ્લામાંથી આવતા આદિવાસીભાઈઓ અને અન્ય મુસાફરોને નવી શરૂ કરાયેલ આએસ.ટી. બસ સેવાનો લાભ લેવા જણાવવામાં આવ્યુ

Follow Me:

Related Posts