fbpx
ભાવનગર

આત્મા પ્રોજેક્ટ ભાવનગર અને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જન આંદોલન સમિતિ ભાવનગર દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વર્ગ યોજાયો

વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળી આત્મનિર્ભર બને – ડી.ડી.ઓ. વરૂણકુમાર બરનવાલ

આત્મા પ્રોજેક્ટ ભાવનગર અને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જન આંદોલન સમિતિ ભાવનગર દ્વારા સુભાષ પાલેકરપ્રાકૃતિક ખેતી વર્ગ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ દરેક ખેડૂત રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા મુક્ત ખેતી કરે, ખેડૂત સમૃદ્ધ અને આત્મનિર્ભર બને, સમગ્ર રાષ્ટ્ર્ર રોગ મુક્ત બને. આ વર્ગ તા.૦૭-૧૧-૨૦૨૦ના રોજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ડેમ, તા. પાલીતાણા ખાતે આયોજનકરાયું હતુ. આ કાર્યક્રમ અધ્યક્ષ જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરાનવલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ભાવનગર બી.આર.બાલદાણીયા, Spnf ગુજરાત પ્રચારક રોહિતભાઈ ગોટી, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકર આત્મા ભાવનગર અજીતસિંહ ગોહિલ અનેSpnf જિલ્લા સંયોજકો અને તાલુકા સંયોજકો હાજર રહેલ અને અધ્યક્ષ દ્વારા સન્માનિત કરાયા હતા.જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ દ્વારા જિલ્લામાં વધુમાં વધુ લોકો spnf કરી આવક બમણી કરી આત્મા નિર્ભર બને અનેયુવાનો વધુમાં વધુ આ ખેતીમાં જોડાય તેવી હિમાયત કરી અને જિલ્લામાં spnf નો fpo બને તેવી આશા વ્યકત કરી હતી. ત્યાર બાદ પ્રોજેક્ટડાયરેક્ટર આત્મા બી.આર.બાલદાણીયા દ્વારા જંતુનાશકો અને રાસાયણિક ખેતીની આડ અસર અને ગાયનું મહત્વ સમજાવી સારા spnfમોડેલ ફાર્મ નિર્માણ અંગે ખેડુતોને જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત જુદા-જુદખેડૂતો દ્વારા Spnf મોડેલ ફાર્મની સર્ચા કરવામાંઆવી જેમાં ખાસ નરસંગભાઈ મોરી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા થાય અને સંપૂર્ણ spnf મોડેલ ફાર્મ નિર્માણ થાય અને એ જોવા માટે દેશ -વિદેશ માંથી જોવા આવે તેવા ફાર્મ નિર્માણથાય તે માટે પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગમા spnf મોડેલ અને માર્કેટિંગની સમજૂતી આપવામા આવી હતી.

Follow Me:

Related Posts