fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો ખાતે આવતીકાલથી અરજદારોના ફરજિયાત રેપીડ ટેસ્ટ કરાશે

આવતીકાલથી જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો ખાતે અરજદારોના ફરજિયાત કોરોના
ટેસ્ટ કરવામાં આવશે. આ અંગે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણનોફેલાવો અટકે તથા આ મહામારી પર સત્વરે કાબુ મેળવી શકાય તે હેતુથી જિલ્લાની તમામ પ્રાંત તેમજમામલતદાર કચેરીઓ ખાતે આવેલ જનસેવા કેન્દ્રોમાં નિઃશુલ્ક રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા શરૂ કરવામાંઆવેલ છે.હાલ તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી તેમજ ભીડભાડ વાળી જગ્યાઓએ લોકોનાઆવગમનના કારણે લોકોનો પરસ્પર સંપર્ક વધ્યો હોય ત્યારે કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ પણવધી જાય છે. જેથી આવનારા 10 દિવસો સાવચેતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય તેથી તમામ જનસેવાકેન્દ્રો ખાતે સ્વયંભૂ કરવામાં આવતા કોરોના ટેસ્ટ હવે ફરજિયાત કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કેજનસેવા કેન્દ્રો ખાતે આસપાસના ગામડાઓમાંથી પણ બહોળી સંખ્યામાં અરજદારો આવતા હોય છે ત્યારેકોરોના સંક્રમિત વ્યક્તિની ઓળખ પણ ટેસ્ટ થકી સરળતાથી થઈ શકશે સાથે સાથે કોરોના સંક્રમિતવિસ્તારની પણ સરળતાથી ઓળખ થઈ શકશે.આ કારણોસર જનસેવા કેન્દ્ર ખાતે આવતા તમામઅરજદારોના આવતીકાલથી ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાંઆવ્યોછે.ભાવનગરજિલ્લાનાભાવનગર,સિહોર,પાલીતાણા,ગારીયાધાર,ઘોઘા,ઉમરાળા,જેસર,મહુવા,તળાજા તથાવલ્લભીપુર ખાતે આવેલા જનસેવા કેન્દ્રો ખાતે આ સેવા આવતીકાલથી શરૂ થશે.જયાં આવતા તમામઅરજદારોના ફરજિયાત રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.જિલ્લા કલેકટરએ અપીલ કરતાં જણાવ્યુંછે કે અરજદારો તથા અન્ય નાગરિકો સામે ચાલીને પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી તંત્રને સહકાર આપે તેઈચ્છનીય છે.

Follow Me:

Related Posts