fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા તથા એસ.પી.ઓફિસમાં આવતા અરજદારોના પણ કરાશે ફરજિયાત કોવિડ ટેસ્ટ

શહેરની મુખ્ય બજારો તથા તમામ નગરપાલિકાઓ ખાતે પણ તંત્ર દ્વારા હાથ ધરાશે કોરોના ટેસ્ટની કામગીરી

આગામી ૧૦ દિવસો સાવચેતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ, લોકો જાગૃત બને અને
સામે ચાલી કોરોના ટેસ્ટ કરાવે તે માટે જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અપીલ કરાઈ

આજથી જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો ખાતે આવતા અરજદારોના ફરજિયાત કોરોના
ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.જ્યાં આવતા તમામ અરજદારોના આજરોજ ફરજિયાતકોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.સાથે સાથે જિલ્લા કલેકટરની સૂચના અન્વયે આવતીકાલથી જિલ્લાકલેકટર કચેરી, જિલ્લા પંચાયત, ભાવનગર મહાનગરપાલિકા તથા એસ.પી.ઓફિસમાં આવતાઅરજદારોના પણ ફરજિયાત કોવિડ ટેસ્ટ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.આ સાથેમુખ્ય કચેરીઓ તેમજ શહેરની મુખ્ય બજારો તથા જિલ્લાની તમામ નગરપાલિકાઓ ખાતે પણઆવતીકાલથી તંત્ર દ્વારા કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.આ અંગે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે તહેવારોના કારણે લોકોનો પરસ્પર સંપર્કવધ્યો હોય તે સ્વાભાવિક છે જેના કારણે કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થવાની શકયતાને નકારીશકાય નહીં તેથી આગામી 10 દિવસો સાવચેતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમજ આ સમયગાળામાંકોરોના સંક્રમણને અટકાવવા નાગરિકોના વધુમાં વધુ કોરોના ટેસ્ટ થાય તે પણ ખૂબ જ જરૂરી છે.જેથીઆવતીકાલથી જિલ્લાની કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, ભાવનગર મહાનગરપાલિકા તેમજએસ.પી.કચેરી તેમજ જિલ્લાની તમામ નગરપાલિકાઓ સહિતની કચેરીઓ કે જ્યાં લોકો બહોળા પ્રમાણમાંમુલાકાતે આવતા હોય ત્યાં અરજદારોના ફરજિયાત કોવિડ ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાટેની તમામ તૈયારીઓ લગત કચેરીઓ ખાતે પૂર્ણ કરી દેવાઈ છે અને જરૂરી મેડિકલ સ્ટાફ સાથેની ટીમોદરેક કચેરીઓ ખાતે ફાળવી દેવાઈ છે.સાથે સાથે શહેરની પીરછલ્લા, મેઈન બજાર સહિતની મુખ્ય બજારો કેજ્યાં લોકોની અવર જવર વધુ રહે છે ત્યાં પણ તંત્ર દ્વારા આકસ્મિક કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાંઆવશે અને માસ્ક નહીં પહેરેલા લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરાશે તેમ જિલ્લા કલેકટરએ ઉમેર્યુંહતું.જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરએ નાગરિકોને અપીલ કરતા વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાંકોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા લોકો સ્વયં જાગૃત બની સામે ચાલી કોરોના ટેસ્ટ કરાવવા આગળ આવેઅને કોવિડની માર્ગદર્શિકાની ચુસ્તપણે પાલન કરી ભાવનગર જિલ્લાને કોરોનમુક્ત કરવા તંત્રને પોતાનોઉચિત સહયોગ આપે તે ખૂબ જ જરૂરી છે

Follow Me:

Related Posts