fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૫ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૦૦૦ કેસો પૈકી ૪૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૧૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા
કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૦૦૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૯ પુરૂષ અને ૨સ્ત્રી મળી કુલ ૧૧ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧ કેસમળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૧૧ તેમજ તાલુકાઓના ૪ એમ કુલ ૧૫ કોરોના પોઝિટિવદર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આતમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આતમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આતમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમારહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા ૫,૦૦૦ કેસ પૈકી હાલ ૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ૪,૮૮૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Follow Me:

Related Posts