fbpx
ભાવનગર

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય શ્રી કેશુભાઇ નાકરાણી તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી બી.જે.સોસાએ રજુ કરેલા રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર,પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બીનખેતી વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી વક્તુબેન મકવાણા, ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયા સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ મદદનિશ કલેક્ટર શ્રી પુષ્પ લત્તા, પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર, કાર્યપાલક ઇજનેરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના જિલ્લા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts