fbpx
ભાવનગર

ભાવનગર રેન્જ વડા દ્રારા સને.૨૦૨૦ ના વર્ષના બોટાદ જીલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન યોજવામાં આવેલ ક્રાઇમ કોન્ફરન્સ તથા કરવામાં આવેલ સબ જેલ વિઝીટ

 ભાવનગર રેન્જ વડા અશોક કુમાર IPS નાઓ દ્રારા આજરોજ તા.૨૪/૧૧/૨૦૨૦ ના રોજ બોટાદ પોલીસ અધિક્ષક.ની કચેરી ખાતે  કલેરીકલ તથા જીલ્લાના DySP, PI, PSI સહિત તમામના પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા અને તેમની રજુઆતો સાંભળવામાં આવી ત્યારબાદ બોટાદ જીલ્લા સબ જેલ મુલાકાત લેવામાં આવી મુલાકાત  દરમ્યાન જેલના કેદીઓની રજુઆત સાંભળવામાં આવી તથા જેલરને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ બાદ  ભાવનગર રેન્જ DIGP શ્રી અશોક કુમાર IPS નાઓની અધ્યક્ષતામાં આજરોજ તા.૨૪/૧૧/૨૦૨૦ના ક:૧૬/૦૦ વાગ્યે બોટાદ શહેરના સર્કિટ હાઉસ ખાતે,પોલીસ અધિક્ષક બોટાદ, જીલ્લાના તમામ DySP, PI, PSI સહિતના પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ.       આ ક્રાઇમ કોન્ફરન્સમાં બોટાદ જીલ્લામાં દાખલ થયેલ ગુન્હાઓ બાબતે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવેલ. જેમાં બોટાદ ડીવીઝન તથા નાયબ પોલીસ અધિક્ષક SC/ST Cell અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્ય મથક સહિતના અધિકારીઓએ પોતાની કામગીરીનુ અલગ અલગ પ્રેઝન્ટેશન બતાવવામાં આવેલ અને જીલ્લાના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા અંગે જરૂરી માર્ગદર્શન આપેલ અને ભવિષ્યમાં શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી બનતા ગુન્હાઓ બનતા અટકાવવા, શોધી કાઢવા અને આ ગુન્હાખોરી અંકુશમાં આવે તે માટે રણનીતિ ઘડવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. ગુજરાત સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ પાસાના નવા કાયદા મુજબ જીલ્લામાં અસરકારક અમલીકરણ કરાવવા તથા જુગારીઓ, બુટલેગર્સ જેવા અસામાજિક તત્વોને કોઇપણ સંજોગોમાં ન બક્ષવા તથા તેઓ વિરૂધ્ધ નવા કાયદા હેઠળ કડકથી કડક કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું.  આજ રીતે ગુજરાત સરકારશ્રી દ્વારા લેન્ડ ગ્રેબીંગ અન્વયેના નવા કાયદાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ કાયદાનું પણ જીલ્લામાં અસરકારક રીતે અમલીકરણ કરાવવા જીલ્લાનાં ભૂમાફીયાઓનું લીસ્ટ તૈયાર કરી તેઓની સામે દાખલ થયેલ ગુનાઓ મુજબ તેઓની સામે કડક કાર્યવાહી કરવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ. મનીલેન્ડ એક્ટ હેઠળ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને ટારગેટ કરતાં ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજના દરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગુના દાખલ કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી.  

Follow Me:

Related Posts