fbpx
ભાવનગર

ભાવનગર તંત્ર દ્વારા અકવાડા વિસ્તારમાં ૬૦૦ ચો.મી.ના બિન અધિકૃત દબાણો દુર કરી ૧ કરોડની જમીન ખુલ્લી કરાઈ

ભાવનગર જિલ્લાના અકવાડા વિસ્તારમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઈસમો દ્વારા કરવામા આવેલબિનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમા બિનઅધિકૃત રીતે ઉભા કરાયેલા મકાન દબાણો દૂર કરી તંત્ર દ્વારાઅંદાજે ૬૦૦ ચો.મી. જમીન પરના દબાણો અન્વયે ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૬૧ તથા૨૦૨ હેઠળ કાર્યવાહી હાથ ધરી આ દબાણ દૂર કરી દબાણવાળી જમીન ખુલ્લી કરાવી જિલ્લા વહિવટી તંત્રે સદરજમીનનો સરકાર તરફે કબજો સંભાળ્યો હતો. દબાણ દૂર કરી ખુલ્લી કરાયેલ જમીનની હાલની અંદાજિત બજારકિંમત રૂપિયા એક કરોડ જેટલી થાય છે. સરકારશ્રીના લેંડ ગ્રેવીલ બીલના અનુસંધાને સરકારે જમીન પરના દબાણોઆગામી સમયમાં પણ ખાસ ઝુંબેશ હેઠળ દૂર કરવામાં આવશે તેમ સીટી મામલતદારશ્રી દ્વારા જણાવવામાં આવ્યુંહતું.

Follow Me:

Related Posts