fbpx
ભાવનગર

ભાવનગર આવતીકાલથી જનસેવા કેન્દ્ર સીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર ખાતેથી કાર્યરત થશે

ભાવનગર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ, અન્ય અરજદારો માટેના જાતિ આવકના
દાખલાઓ, નોન ક્રિમિલેયર પ્રમાણપત્રો, આર્થિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રો, ડોમીસાઈલ સર્ટીફીકેટ વગેરે કઢાવવા માટે સીટી મામલતદાર કચેરી હસ્તકનું જન સેવા કેન્દ્ર કોરોના મહામારીનું સંક્રમણ નિયંત્રીતકરવા માટે કામચલાઉ ધોરણે ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ સરકારી ઇજનેરી કોલેજનીગર્લ્સ હોસ્ટેલમાં ફેરવવામાં આવ્યું હતું. જે તા.૨૬/૧૧/૨૦૨૦ થી સીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર,ભાવનગર ખાતે ફેરવી કાર્યરત કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવા સીટી મામલતદારશ્રી, ભાવનગરદ્વારા જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts