fbpx
ભાવનગર

તળાજા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામા સુશાસન દિવસની ઉજવણી કરાઇ

ખેડૂતો સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ કૃષિલક્ષી યોજનાઓ અમલમા મુકાઇ- મંત્રી કુવરજીભાઈ બાવળીયા

“સાત પગલા ખેડુત કલ્યાણના” અંતર્ગત ભાવનગર જિલ્લાના કુલ ૨,૬૦૩ લાભાર્થીઓનાયોજનાકીય લાભો મંજુર કરાયા

ભાવનગર જિલ્લાના ૨,૨૪,૯૦૩ ખેડુતોને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવાયા

કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રતીકરૂપે લાભાર્થીઓને વિવિધ કીટ-ચેકનું વિતરણ કરાયુ

ભાવનગર જિલ્લાના તમામ તાલુકા મથકોએ પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલબિહારી
બાજપાઈજીના જન્મદિવસ નિમિતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કિસાન કલ્યાણકાર્યક્રમનું જિલ્લા કક્ષાનું આયોજન પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને તળાજાએ.પી.એમ.સી. ખાતે યોજવામાં આવ્યું હતું.આ પ્રસંગે અટલબિહારી બાજપાઈજીને શ્રધ્ધાંજલી અર્પણ કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ એ જણાવ્યું હતું કેઅટલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સુશાસનની સુવાસ ફેલાયેલી. આજે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીતેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ખેડૂતો સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓઅમલમાં મુકવામાં આવી છે. દેશમાં કૃષિની સાથે સાથે તેના સંલગ્ન ક્ષેત્રમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેમાંગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીએ આગવી ઓળખ મેળવી છે.સરકાર ખેડૂતોની પડખે છે અને સતત ખેડૂતોની ચિંતા કરી રહી છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ભૂતકાળમાંકિસાનોને ૧૬ ટકા થી વધુ વ્યાજે જે ધિરાણ મળતું તે હવે ઝીરો ટકા વ્યાજે મળતું થયું છે. કૃષિ મહોત્સવ, પાકનાપોષણક્ષમ ભાવો, સુધારેલી બાગાયત ખેતી, પાક વીમો તથા પાક ધીરાણના કારણે રાજ્યના કૃષિક્ષેત્રનો ખુબ વિકાસથયો છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વખતે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની સહાય ખેડૂતોને ચુકવવામાં આવે છે.ચાલુ વર્ષે પણ ૩,૭૦૦ કરોડનું ખાસ કૃષિ સહાય પેકેજ જાહેર કરી સરકાર ખેડૂતોની પડખે ઉભી રહી છે.આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ કોઈને કૃષિ તેમજ પશુપાલનને લગતી વિવિધ યોજનાઓ જેવી કે સાત પગલાંખેડૂત કલ્યાણના, મોબાઈલ પશુ દવાખાના, કૃત્રિમ બીજદાન તેમજ ઇ-સેવાસેતુ વગેરે યોજનાઓ વિશે માહિતી પૂરીપાડી હતી.આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા નવી દિલ્હીથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારતભરના કુલ ૯ કરોડખેડૂત ખાતેદારોના ખાતામાં DBTના માધ્યમથી અંદાજે કુલ રૂ.૧૮ હજાર કરોડ જમા કરાવ્યા હતાં. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી દિલ્હીથી તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી વીડિયોકોન્ફરન્સના માધ્યમથી દેશભરના કિસાનો સાથે સંવાદ કરીને પ્રેરક સંબોધન કર્યું હતું.વડાપ્રધાનએ દેશના ૯ કરોડ ખેડૂતોના ખાતામાં ડિજીટલ બટન દબાવીને ‘કિસાન સન્માન નિધિ યોજના’ હેઠળરૂ.૧૮ હજાર કરોડની રકમ જમા કરી હતી, જેમાં ‘સાત પગલા ખેડૂત કલ્યાણના’ હેઠળ ભાવનગર જિલ્લાના ૨૬૦૩લાભાર્થીઓને લાભાન્વીત કરાયા હતા. જ્યારે કિસાન સન્માનનિધિ હેઠળ ૨,૨૪,૯૦૩ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા.સાથોસાથ ખેડૂતોને ‘સાત પગલા ખેડૂત કલ્યાણના’ યોજનામાં પાક સંગ્રહ સ્ટ્રકચર, કિસાન પરિવહન, છત્રીઓ,જીવામૃત, CABP (GAIC)ના લાભાર્થી, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, શ્રેષ્ઠ પશુપાલન ઘટકમાં કૃષિ સાધન-સામગ્રી અને સહાય તેમજ સમાજકલ્યાણ વિભાગની યોજનાઓ હેઠળ સાધનસહાય સ્થળ પર જ મંત્રીશ્રી અનેમહાનુભાવોના હસ્તે અર્પણ કરીને લાભાન્વિત કરાયા હતા તેમજ મોબાઇલ પશુ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાનકરાવાયું હતુ.આ પ્રસંગે એ.પી.એમ.સી.ચેરમેન ભીમજીભાઇ પંડ્યા, મુકેશભાઈ લંગાળીયા, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, સંયુક્ત ખેતી નિયામકશ્રી પટેલ, માજી તાલુકા પ્રમુખ આશાબેન મકવાણા, મારડિયા, માજીચેરમેન બાંધકામ સમિતિ ગૌતમભાઈ ચૌહાણ, જોરસંગભાઈ પરમાર, પ્રાંત અધિકારી તળાજા સહિતનામહાનુભાવો અધિકારીઓ તથા મોટી સંખ્યામા લાભાર્થીઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/