fbpx
ભાવનગર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે શુક્રવારે ભાવનગર વિભાગના મહુવા બસ સ્ટેશનનુ ઈ-ખાતમુહુર્ત કરાશે

રૂ.૪૩૦.૦૦ લાખના ખર્ચે નિર્માણ પામશે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર વાળું આધુનિક બસ સ્ટેશન

પ્રજાજનોને ગુડ ગવર્નન્સની સુવિધાઓ અને સેવાઓ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા
તા.૦૧/૦૧/૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રાજ્યના અલગ-અલગ ૦૬સુવિધાયુક્ત બસ સ્ટેશનો પ્રજા માટે ખુલ્લા મુકવામાં આવશે તેમજ રાજ્યના ૧૦ અલગ અલગ બસસ્ટેશનોનુ ઈ-ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમા ભાવનગર વિભાગના મહુવા બસ સ્ટેશન ખાતે ૪ કરોડ ૩૦લાખના ખર્ચે નવીન બસ સ્ટેશનનું તા.૦૧/૦૧/૨૦૨૧ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ઈ-ખાતમુહુર્ત કરવામા આવશે. જેમાં રાજ્યના મંત્રીશ્રીઓ સ્થળ પર હાજરીઆપશે.રાજ્ય સરકારશ્રી તરફથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને નવીન બસ સ્ટેશનના બાંધકામમાટે ફાળવેલ સહાય થકી ભાવનગર એસ.ટી.વિભાગના મહુવા બસ સ્ટેશન મુકામે રૂ.૪૩૦.૦૦ લાખના ખર્ચેબાંધવામા આવનાર આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનમા આપવામા આવનારસગવડતા તથા સુવિધાઓ મુસાફરોને ઉપલબ્ધ થશે.ઉલ્લેખનીય છે કે ૨૫,૩૯૪.૦૦ ચો.મી. વિસ્તારમા નિર્માણ પામનાર આ આધુનિક બસ સ્ટેશનમા ૧૦પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટીંગ હોલ, રીઝર્વેશન, પાસ રૂમ, ટ્રાફિક ઓફીસ,વહીવટી ઓફીસ, યુટીલીટી રૂમ, સ્ટોર રૂમ, ઇન્ક્વાયરી રૂમ, કેન્ટીન (કિચન તથા વોશ સહિત), પાર્સલ રૂમ,વોટર રૂમ તથા સ્ટોલ કમ શોપ સહિતની સુવિધાઓ ઉભી કરવામા આવનાર છે.

Follow Me:

Related Posts