fbpx
ભાવનગર

ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ૩૧ ડિસેમ્બર અનુસંધાને ૫૧૭ નબીરાઓ વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી

૩૧ મી ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાત રાજ્યના શહેર/જીલ્લાઓમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ nCOVID-19ના કારણે સદરહું ઉજવણી બાબતે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનની ચુસ્ત અમલવારી  થાય તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છિનિય બનાવ ન બને તે માટે પોલીસ મહાનિદેશક અને  મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા સૂચના કરવામાં આવેલ હતી. DGPની સૂચનાને અસરકારક અને હેતુસભર બનાવવા માટે ભાવનગર રેન્જ DIGP અશોક કુમાર IPS નાઓના આદેશથી ભાવનગર રેન્જના ડીવીજનના ASP/DYSP, LCB, SOG, QRT, હેડ ક્વાર્ટર તથા પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવવામાં આવેલ. આ ટીમોને જરૂરીયાત મુજબના હથિયાર, વાહનો, હેલ્મેટ/ઢાલ, બી.પી. જેકેટ, સર્ચ લાઇટ વિગેરે જેવા સંસાધનો પુરા પાડવામાં આવેલ હતા. જેના દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.          ભાવનગર રેન્જમાં કોમ્બિંગ નાઇટ દરમ્યાન પ્રોહિબીશનના ૫૧૨ કેસો કરી ૫૧૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર જીલ્લામાં ૬૩ કેસો કરી ૬૩ આરોપીઓ ધરપકડ કરવામાં આવેલ છે. અમરેલી જીલ્લામાં ૪૨૪ કેસો કરી ૪૨૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લા દ્વારા ૨૫ કેસો કરી ૨૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લામાં SOG દ્વારા અનિષ મુન્નાભાઇ મન્સુરીને બે હથિયાર તથા ૧૫ જીવતા કાર્ટિસ સાથે પકડી ૧ આર્સ્O એક્ટનો કેસ કરવામાં આવેલ છે જે આરોપી ૫ ગુન્હાઓમાં નાસતો ફરતો હતો તેમજ ભાવનગર રેન્જ RR Cell દ્વારા ખાણ ખનીજની ગેર કાયદેસર હેરાફેરી કરતા પ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/