fbpx
ભાવનગર

ભાવનગરઃતાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ તા.૨૭/૦૧/૨૦૨૧ના રોજ યોજાશે

સરકારના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે

તાલુકા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૧નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭/૦૧/૨૦૨૧ના રોજ સંબંધિતમામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટરશ્રી ભાવનગર શહેર ખાતે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહુવા તાલુકા ખાતે તેમજપોલીસ અધિક્ષકશ્રી વલ્લભીપુર તાલુકાના તાલુકા સ્વાગત કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનુ વર્ગ-૧નાઅધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર,નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથાગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને રજુ કરવા અધિક કલેક્ટરશ્રી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts